________________
प्रस्तावना
चंदरायचरिए
લલિત તિર્થ ખાવાકર જગ છે નરમ બાકી આ પ્રષ્ટિ
જે કથાના આધારે આ પ્રાકૃત ચરિતની રચના કરવામાં આવી છે, તેને નિર્દેશ પ્રશસ્તિમાં કર્યો છે. સ્વસમય અને પરસમયના પારંગત, જિન શાસનમાં પ્રભાવક શ્રીસેન (શ્રી વિજયસેન) નામના સૂરિરાજ તપાગણના અધિપતિ થઈ ગયા, તેમના પંડિત શિષ્ય ઉપાધ્યાય કીતિ વિજયજી થયા, તેના શિષ્ય કવિ માન વિજયજી થયા, તેના શિષ્ય રૂપવિજયજી જ્ઞાન લબ્ધિવાળા થયા, તેના શ્રેષ્ઠ શિષ્ય પંડિત મેહન વિજયજી થયા, તેમણે લલિત પદોથી અલંકૃત ભવ્ય જિનેનાં હૃદયને પ્રમોદ કરનાર શ્રી ચંદરાજાને રાસ રચ્ચે હતો.
શ્રીસ્થલતીથ (ખંભાત) નગરમાં શ્રીસ્થલન પાશ્વનાથ પ્રભુની કૃપાથી રાસાનુસાર આ ચરિત રચવામાં આવ્યું છે તે યાવચંદ્ર-દિવાકર જગતમાં જયવંત રહો, તપાગચ્છ રૂપી ગગનમાં સૂર્ય સદશ પ્રૌઢ તેજસ્વી શ્રી નેમિસુરિરાજ પ્રગુરુને હું પ્રણામ કરું છું જેમના પ્રસાદથી મારા જેવા મંદ પણ ગ્રન્થ રચનામાં સફલ થાય છે, તે સમયજ્ઞ ગુરુરાજ શ્રી વિજય વિજ્ઞાન સૂરિજીને અમે નમન કરીએ છીએ.
તેમના શિષ્ય આચાર્ય શ્રી કસ્તૂર સૂરિએ વિક્રમ સંવત ૨૦૨૨માં શ્રીચંદરાજાનું આ પ્રાકૃત ચરિત રચ્યું હતું. અંતમાં પ્રત્યેક ઉદ્દેશના અંતમાં ગદ્યમાં પરિચયાત્મક ઉલ્લેખ છે. | મહુવા (સૌરાષ્ટ્ર) ના રત્નરૂપ આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી સુપ્રસિદ્ધ પ્રભાવક થઈ ગયા, કદંબગિરિ જેવાં અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે, તથા અનેક સુગ્ય વિદ્વાન મુનિવરેને સૂરિપદ સમપણ કરી તપગચ્છમાં સૂરિસમ્રા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા (સ્વર્ગવાસ સં. ૨૦૦૫ મહુવા) તેમના એક પટ્ટધર શાંતમૂર્તિ શ્રી વિજય વિજ્ઞાન સૂરિ થઈ ગયા (સ્વર્ગવાસ સં. ૨૦૨૨ ખંભાત) તેમના પટ્ટધર વિદ્વાન ગ્રન્થકાર આચાર્ય શ્રી વિજયકસ્તૂર સૂરિજી ની આ ચંદરાજ ચરિતની પ્રાકૃત રચના સર્વત્ર વંચાય-પઠન પાઠન દ્વારા પ્રચાર પામે અને સવ કેઈ ભવ્ય જન શાસનનું રહસ્ય મેળવી મોક્ષ સુખના અધિકારી બને તેવી શુભેચ્છા દર્શાવું છું. તેમના સુશિષ્ય ઉપાધ્યાય શ્રીચંદ્રોદય વિજયજી એ આ પ્રસ્તાવના લખવાની મને તક આપી, તે માટે તેમનો આભાર માનું છું.
વિ. સં. ૨૦૨૭ ચૈત્રીપૂર્ણિમા વિજજનાનુચરવડીવાડી રાવપુરા,
લાલચંદ્ર ભગવાન ગાંધી વડોદરા (ગુજરાત) Private U@ Only I [નિવૃત્ત જૈન પંડિત-વડોદરા રાજ્ય].
Jan Education in
www.
library.org