________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
388888888888888888838888888888888888
વાદળા વગર વૃપિટ થઈ,” આ પ્રમાણે વારંવાર અનુમોદન કરતાં તેણે મુનિદાનથી થયેલું પુણ્ય અનંતગણું વધાયું” પછી અત્યંત પ્રમાદથી પાસે પડેલી થાળી તે ચાટતે તે, તેવામાં પાડે શીને ઘેર ગયેલી તેની માતા આવી. તે થાળીને ચાટતા બાળકને જોઈને વિચારવા લાગી કે - “અહે! મારે બાળક એક થાળી ભરીને ખીર ખાઈ ગયે, તે પણ હજુ સુધી તેને તૃતિ થઈ ન.િ હંમેશા મારો પુત્ર આટલી ભૂખ સહન કરતો હશે?” આ પ્રમાણે તેને ભુપે જાણીને ફરીથી તેણે ખીર પીરસી, પરંતુ તે બાળક તે ભેજન કરતાં જે દાન અપાયું હતું તેને જ બહુ માનવા લાગ્યો જેવી રીતે ધનવંત પુરૂષ વ્યાપારમાં રોકાયેલા મુડી કરતાં વ્યાજે મૂકેલ ધનને વધારે માને છે, તેમ તે દાનને અધિક માનવા લાગ્યું. તે બાળકે અતિ બહુમાનપૂર્વક આપેલ દાન અને તેની અનુમોદનાથી મોક્ષ નગરમાં જવા ગ્ય તીવ્ર રસવાળુ અને ભેગફળ આપનારૂ કર્મ બાંધ્યું તે બાળકને અતિ માદક આહાર જમવાથી તે રાત્રે જ અરુણું થયું છેણુના દેથી તેને તે રાત્રે જ વિસૂચિકા (ઝાડા) ઉત્પન્ન થઈ તે વિસૂચિકાની પીડાથી મુનિદાનને સંભારતે તે બાળક મૃત્યુ પામીને આ તારો પુત્ર ધન્યકુમાર થયું છે. મુનિદાનના પ્રભાવથી તે યશ મહામ્ય તથા અદ્ભુત સંપદાનું ક્રીડારથાન થયું છે. કહ્યું છે કે-સારા ક્ષેત્રમાં વાવેલ ધાન્ય તે શતઘણુ થાય છે. પણ પાત્રમાં વાવેલું બીજ તે વડનાં બીજથી વડવૃક્ષની જેમ અનંતગણું થાય છે....'
8888888888888888888888888888888
“હવે ધન્યકુમારના ત્રણે બંધુઓએ કરેલા કર્મના પરિણામની વિચિત્રતા દેખાડનાર તેમના પૂર્વભવને વૃતાંત સાંભળે.” કેવળીનું તે વચન સાંભળીને ન વર્ણવી શકાય તેવી વિચિત્રતાવાળા કર્મવિપાકથી
ક ૧૪૬
Ja Education in
For Personal & Private Use Only
www.janelibrary.org