________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પહેલવ
ઘટની પૂજા કરીને ઘટ પાસે પ્રાર્થના કરી. તેણે જે માંગ્યું તે બધું ઘટે તેને આપ્યું. સુચિ પ્રસન્ન થઈને વિચારવા લાગ્યો કે “સ્વજનાદિકને બોલાવીને હું ભેજન કરાવું, જેથી આખા નગરમાં મારી ખ્યાતિ થાય, પછી ઘર તથા ભૂષણાદિકની માગણી કરીશ.” એમ વિચારીને ભેજન સામગ્રીની માગણી કરી. દેવકૃપાથી સર્વે સામગ્રી તરત જ પ્રકટ થઈ. પછી સ્વજનાદિકને બોલાવીને ભોજન કરાવ્યું. તે સર્વે અનુપમ દિવ્ય રસવતી જમીને પ્રશંસા કરવા લાગ્યા. પછી કેટલાક સ્વજન સંબંધીએ તથા બંધુવગે બહુમાનપૂર્વક પૂછયું કે-“અરે ભાગ્યના ભંડાર સુચિદ ! આવી પ્રથમ કઈ વખત નહિ ખાધેલી તેવી અપૂર્વ દિધ રસવતી તે કયાંથી મેળવી ? આવી રસવતી આજ સુધી કેઈએ ખવરાવી નથી, અને ભવિષ્યમાં ખવરાવશે નહિ. મૃત્યુલોકમાં દેવકનું સુખ આપે તેવા સ્વાદવાળી રસવતી તે જ અમને ખવરાવી છે, તે ધન્ય છે. સર્વજનમાં અગ્રણી છે, તારી જે કઈ દેખાતું નથી. પણ કહે તે ખરે કે આવી તારી શક્તિ કેવી રીતે થઈ? આ કેને મહિમા છે ?” તે સાંભળીને તેના વચનથી સુચિવેદના ‘મનમાં અહંકાર થયે, તેથી તે ગર્વના આવેશથી મદમાં થયેલે ઘરની અંદર જઈને તે ઘડો ખાંધ ઉપર ઉપાડીને સ્વજનોની વચ્ચે ગયે, અને હર્ષપૂર્વક વિકળ ચેતનાવાળે તે નાચતે નાચતે મુખેથી બોલવા લાગ્યો કે “આ ઘટના પ્રભાવ વડે મારું સર્વ દારિદ્ર નાશ પામ્યું. ભેજન તે કેણુ માત્ર છે? આ ઘટના પ્રભાવથી પ્રત્યેક મહિને હું તમને ભેજન કરાવીશ. હવે મારી તુલના કેણ કરે તેમ છે? જે કઈ હોય તે તે પ્રગટ થાય, હું તેનું સામર્થ્ય જોઈશ.” આ પ્રમાણે ગર્વથી ભરેલા હૃદયથી ઉત્સુકતાપૂર્વક વ્યાકુળ ચિત્ત વડે હર્ષપૂર્વક તે નાચવા લાગે, તેવામાં તેના સ્કંધ ઉપરથી તે ઘડો પડી ગયે,
Jain Education inter
For Personal & Private Use Only
www.jainelibrary.org