________________
શ્રી ધમકુમાર છે ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
ધૂપિયાને દૂર મૂકયું. આ પ્રમાણે ઠીકઠીક કરી તે સ્ત્રી પાછી વળી. વિશ્વભૂતિએ વિચાર્યું કે-કોઈ કારણથી આવી તે ખરી, પરંતુ શેઠને ઉઠાડયા નહિ, માત્ર પલંગની આસપાસ ફરી મને જોઈને શરમાણી કે શું? આમ વિચારતા પિતાના પલંગ પાસે થઈને તે સ્ત્રી પસાર થઇ, એટલે તેણીના વસ્ત્રને છેડો પકડી લઈ તેને પૂછયું કે-તું કેણુ છે? શામાટે આવી છે? શામાટે જેવી આવી હતી તેવી પાછીજ જાય છે? શું મારે તને અંતરાયનો ? વિશ્વભૂતિનાં આવાં વચન સાંભળી રષ સાથે તેણી બેલી કે-“અરે મૂર્ખ શિરોમણી ! નપુંસકની માફક ધડા વગરનું આવું શું બેલે છે? આ પુણ્યશાળી ઘરની હું લક્ષમી છું. શેઠની સંભાળ લેવાને માટે આવેલ હતી. દરમ્યાન તેના વસ્ત્રને છેડે ધૂપિયામાં સળગતે જોઈને બુઝવી નાંખ્યો તેમાં તને શી બળતરા થઈ! વિશ્વભૂતિએ કહ્યું કે-તું મારા ઘરે પણ પુષ્કળ જથ્થામાં છે, પછી મારી સેવા શા માટે કરતી નથી ? મારી શુદ્ધિ (તપાસ) તે લેતીજ નથી, કેવળ આના ઉપરજ તારી આટલી બધી ભક્તિ શા માટે ? ” લહમીએ જવાબ દીધે કે-“હે નિર્ગુણીના રાજા ! આગલા જન્મમાં આગમમાં વર્ણવેલ વિધિથી, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક દાન-પુણ્ય કરવાથી આ શેઠે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધેલ છે, તેથી હું આ શેઠની તે કામ કરનારી દાસી છું, અને વિવેક સિવાય કેવળ અજ્ઞાન કષ્ટ સહન કરનાર પાપાનુબંધિ પુણ્યવાળા તારી તે હું સ્વામિની છું. સમ ! તું તે મારા દાસને પણ દાસ છે. નેકર ઉપર તે વળી ભક્તિ હોતી હશે ? "બ્રાહ્મણે કહ્યું કે– લક્ષમી મારા તથા આનામાં આટલે બધો ભેદ તું શા માટે રાખે છે? આ તને શું આપી દે છે અને હું તારું શું લુટી લઉં છું? અમારા બન્નેમાં મનુષ્યત્વ એક સરખું હોવા છતાં તું આવો ભેદ રાખે છે તે તને ઘટતું નથી. વળી હું તે તને પ્રયાસ કરીને સાચવું છું અને આ શેઠ તે તને જેમ આવે તેમ જે તે સ્થાને ફગાવી દે છે, તે છતા તું આના ઉપર પ્રેમ રાખે છે અને મારાથી હોડું મરડે છે તેનું કારણ શું તે કહે.'
32280 2288888888888888888888888888888888888888
Jain Education Internet
For Personal & Private Use Only
M
wainerary or