________________
શ્રી
ધન્યૂકુમાર ચરિંત્ર ભાગ ૧
સાતમે પલવ
यदुर्गामटवीमटन्ति विकटं कामंति देशांतरं, गाहन्ते गहनं समुद्रमथनक्लेशं कृषि कुर्वते । सेवन्ते कृपणं पति गजघटासंघट्टदुःसंचरं,
सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फुर्जितम् ॥ ધનની બુદ્ધિથી અંધ થયેલા માણસે મહા ગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં રખડે છે, બહુ ઉંડા એવા સમુદ્ર મંથનને કલેશ પણ વહોરે છે, ખેતી કરે છે, કૃપણ એવા શેઠની સેવા કરે છે, અને હાથીઓના સમૂહથી રસ્તો સાંકડો થઈ ગયો હોય તેવા યુદ્ધોમાં પણ જાય છે. આ સર્વે લેભના વિલાસે છે.”
આ પ્રમાણે ધન માટે ઘણા કલેશ અનુભવાય છે, પણ આ લક્ષ્મી તે પુણ્યના બળથી જ મેળવાય છે. આ વાત નહિ જાણનારાઓ તે લક્ષમીને મેળવવા અઢારે પાપસ્થાનકે સેવે છે, આ પ્રમાણે પાપાચરણ કરતા પણ પુણ્યબળ વગર લમી તે મળતી જ નથી.
अज्जंकलं परंपुरारं, पुरिसा चिंतंति अत्थसंपत्तिं ।
अंजलियं तोयंव, गलतमाउनपिच्छति ।। આજ, કાલ, પરમ દિવસ, પછીને દિવસ તેવી વિચારણ પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતાં જતાં આયુષ્યને તે વિચાર કરતા નથી.
૨૭૫
Jain Education International
For Personal & Private Use Only
ww.jainelibrary.org