________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો ૫લવ
888888888888888888888888888888,
સ્થાનકે હેવાથી તેને હણવા તે આપને કઈ રીતે યોગ્ય નથી. શું ગાયે ગળેલ રત્ન તેનું પેટ ચીરી કેઈથી કાઢી શકાય છે? વળી તે ધન્યકુમારને સાર્થવાહનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ, કે નથી કાંઈ યશની વૃદ્ધિ વળી સ્વામિન્ ! આ ધન્યકુમારને તમેજ વૃદ્ધિ પમાડેલ છે, તેથી તેનો છેદ કરે તે આપને યોગ્ય નથી. ડાહ્યા માણસે પિતે રોપેલા વિષવૃક્ષને પણ પિતે છેઢતા નથી તેથી હે નાથ ! ઠીંકરીને માટે કામઘટને નાશ કરવાની જેમ તેની સાથે યુદ્ધ કરવું તે તમને યોગ્ય નથી. એવો કોણ હોય છે કે જે પિતાના કુટુંબીઓને જ મારવા માટે અને તેને નાશ કરવા માટે લાકડી ઉગામે? વળી જે જે જમીન કંપાયમાન થઈ ઉંધી વળી જાય, ન માપી શકાય તેટલા જળથી ભરેલે સમુદ્ર પણ શેષાઈ જાય, પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં સૂર્યનો ઉદય થાય. તે પણ આ ધન્યકુમાર અનીતિને માર્ગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સર્વને સંપૂર્ણ ખાત્રી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરૂદ્ધાચરણ કઈ રીતે સંભવતું નથી. વળી આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું અને હમણા સારા હદયવાળા ધન્યકુમારે ક્રોધિત થઈને વૃદ્ધાદિક સર્વને પૂર્યા, આમાં પણ કાંઈક હાર્દ હો જોઈએ. આ પ્રમાણે કરવામાં તેમનો શો આશય છે. તે સમજાતું નથી. વળી તેણે આ કુટુંબમાંથી પુત્રવધુને રોકી, પછી ડોસાને રે; પછી ડોસીને રેકી રાખી, પછી તેના ત્રણ પુત્રોને રોક્યા આટલાને રોક્યા છતાં આ ત્રણે વહેઓને કેમ તેણે પૂરી નહિ ? આમાં પણ કાંઈ ચેકસ હેતુ હવે જોઈએ. આ કારણથી જે
૧. ઈચ્છા પૂરનાર ઘડો.
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org