SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧ પ્રથમ પલ Jain Education Internation GENERATOR 肉肉肉保防 1] આપ્રમાણે આગમમાં વર્ણવેલ વિધિ અનુસાર ધર્મની આરાધના કરનારને આ ભવ તથા પરભવમાં પ્રખળ પુણ્યના ઉદયથી ધર્મ કરવાની ઈચ્છા અખંડ રહે છે, કર્મની ગતિ વિચિત્ર હાવાથી કદાચ પાપકમ ઉદયમાં આવતાં સાંસારિક સુખ નાશ પામે છે. પર'તુ ધમ કરવાની ઈચ્છા તેા નાશ પામતીજ નથી. તે તે ઉલટી વધ્યાજ કરે છે, અને મિથ્યા શ્રદ્ધાથી અથવા નિયાણુ વિગેરે કરવાથી વિરાધેલ ધ-પ્રવૃત્તિ કર્મની નિર્જરાને માટે થતી નથી, તેથી તે પાપાનુબંધિ પુણ્યના બ ંધ થાય છે. તે ઉદયમાં આવતાં વિષય કષાય પ્રબળ થાય છે . અને ધમ કરવાની ઈચ્છા તેા થતી જ નથી, તે માણસ જેમ જેમ નવાં પાપ કરતા જાય છે તેમ તેમ પૂના પાપાનુબંધિ પુણ્યથી લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થાય છે, અને કોઈ વખત સત્સંસ વિગેરેથી ધમ કરવાની ઈચ્છા થાય છે તાપણુ ધર્મ કરી શકતા નથી, અંતરાય કર્મના યાગથી ઉલટા દુઃખમાં પડે છે અને તે દુઃખથી પેદા થયેલી દાનાદિ ધ કરવાની ઈચ્છા નાશ પામે છે, આ પ્રમાણે પૂર્વે ધર્મ વિરાધનાર માણસનું પુણ્ય પાપની વૃદ્ધિ કરનારજ અને છે. તે ઉપર વિશ્વભૂતિનુ દૃષ્ટાંત કહે છે. પાપાનુબંધિ પુણ્ય ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા. એક મોટા શહેરને વિષે વિશ્વભૂતિ નામના બ્રહ્મણ રહેતા હતા. તેને આગલા ભવે સંચિત કરેલ અજ્ઞાન કન્નુરૂપ લૌકિક ધર્મના ફળ તરીકે પાપાનુબંધિ પુણ્યના ઉદયથી જે જે ધંધા કરે તેમાં ભારે તડાકો પડે, પાંચ રૂપિયાના નફો ધાર્યો હાય તેમાં પચ્ચીશ રૂપીયાના નફો આવીને ઊભા રહે. વધારે તે શું પણ જ્યાં ખાટ જશે એમ ધાર્યું હોય ત્યાં પણ લાભ થાય, આ પ્રમાણે ધંધા કરતા તે લાખે। રૂપિયાના ધણી થયા. પર ંતુ પ્રકૃતિથી જ તે બહુ લોભી હાઈ કોઇ ને કાણી કેાડી સરખી પણ આપતા નહિ. અરે ! દાનની વાત માત્રથી પણ તે ગુસ્સે થતા, ઘેર પણ અનાજ સસ્તુ અને હલકુ જોઈનેજ લાવતા અને હલકી કિંમતના અને જાડા કપડા તે પહેરતા, For Personal & Private Use Only PAPA 33 Timelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy