________________
શ્રી
ધન્યકુમાર 8 ચોત્રા ભાગ ૧
પ્રથમ પલવ
પ્રાપ્તિ અતિ દુર્લભ છે, તેમાં પશુ આર્યદેશ, સારૂકુળ, લાંબુ આયુષ્ય, તંદુરસ્તી તથા હરતાની પ્રાપ્તિ તેથી પણ વધારે દુર્લભ છે. અને સર્વથી દુર્લભ શ્રી જૈનધર્મ પાળવાની વૃત્તિ (ભાવના) થવી તે છે. આ સંસારમાં શ્રી સર્વાભાષિત ધર્મ પરમ મંગળ કરનાર અને સર્વ દુઃખને હણનાર છે. દાન, શિયળ, તપ અને ભાવના એ પ્રમાણે ધર્મના ચાર વિભાગ છે. એ ચારે ભેદેમાં દાનધર્મ સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે ધર્મના ચારે ભેદોમાં તે અંતરંગ પ્રમાણે સમાયેલ છે. લૌકિક અથવા લેકોત્તર (ધામિક) સર્વમાં દાનધમ શ્રેષ્ઠ છે. શ્રીમાન તીર્થકર ભગવાન પહેલા દાન દઈ પછી જ વ્રત (તીક્ષા) અંગીકાર કરે છે. શિયળ ધર્મમાં દાન આ રીતે સમાય છે. શ્રદ્ધાચર્ય વ્રત ગ્રહણ કરવાથી મનુષ્ય હંમેશા અસંખ્ય બે ઇંદ્રિય, નવલાખ સંમૂઈિમ પંચેદ્રિય તથા નવલાખ ગર્ભજ પંચેદ્રિયને અભયદાન આપે છે. વળી શિયળ ગર્ભ દુઃખના નાશનું કારણ હોઈ પિતાના જીવને પણ અભયદાન આપે છે. તપધર્મમાં પણ દાન સમાય છે. રસોઈ છકાયને વિરાધવાથીજ પકવી શકાય છે. ઉપવાસ વિગેરે તપ કરવાથી તે જેને પણ અભયદાન મળે છે. ભાવધર્મમાં તે દાનને પ્રભાવ સૌથી વધારે હોય છે. કારણ કે પરમ દયાથી જીવ તથા અજીવને ન મારવાની પરિણતિ (ભાવ) થવી તેનું નામ જ ભાવ, તેમાં તો અભયદાન આવી જાય છે. મુનિરાજ હંમેશા દેશનાદાન તથા જ્ઞાનદાન આપે છે. ઉત્કૃષ્ટ પણે અભયદાન તથા સુપાત્રદાન દેવાથી તીર્થંકર નામકર્મ ઉપાજન થાય છે. લૌકિકમાં પણ દાન સર્વ ઠેકાણે સફળ થાય છે. સુપાત્રને અપાયેલ દાન મહાપુણ્યનું કારણ, અન્યને વાત્સલ્યથી અપાયેલ દાન દયાને પિષનારૂં, રાજાને આપવામાં આવેલ દાન સન્માન તથા મોટાઈ આપનારૂં. નોકર ચાકરને આપવામાં આવેલ દાન તેમની ભક્તિને વધારનારૂં, સગા-સંબંધીને આપવામાં આવેલ દાને પ્રેમ વધારનારૂં તેમજ દુર્જનને આપવામાં આવેલ દાન તેમને અનુકુળ કરનારૂ.
88888888888888888888888888888888888888
Jain Education International
For Personal & Private Use Only
ainelibrary.org