SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચોત્રા ભાગ ૧ ચોથે પલ UUU必必認设础设必础盈泌必设必说必凶欧况以 તમારા મનથી સારૂંજ જણાય છે, પરંતુ તેના ખરા કર્તક તે અમેજ જાણીએ છીએ, સ્નેહથી શૂન્ય ધન્યકુમાર નાસતી વખતે ચેરની માફક બહુ રને લઈ ગયા હતા. અહિ આવીને તે ધનથી રાજ્યાધિકારીઓને લાંચ આપીને મોટી પદવી મેળવી બેઠો છે. લક્ષમીથી શું નથી બની શકતું ? બધા ગુણો સોનાને આશ્રયીને જ રહે છે. લકમી હોવાથીજ ક્ષારપણાથી પીવાને અયોગ્ય પાણીવાળા સમુદ્રને પણ લોકો રત્નાકર તરીકે સંબંધે છે. બાપુ! આપ આડાઈ મૂકીને અમને અમારે લક્ષ્મીને ભાગ આપી દે, સત્ત્વવાળ ધન્યકુમાર આ પ્રમાણેના પિતા પુત્રના કલહનું મૂળ કારણ પિતાને સમજી લક્ષ્મીથી ભરેલ ઘર છેડીને ત્યાંથી નીકળી પડયો પ્રયાણુસમયે સારા શુકને, પક્ષીઓના સ્વરે, સારા શબ્દ તથા શુભ ચેષ્ટા વિગેરેથી ઉત્સાહિત બની તેને વધાવી લઈને તે મગધ દેશ તરફ ચાલી નીકળ્યા. જુદા જુદા ગામ, નગર, વન, વાડી વિગેરે જેતે અને સિંહની માફક એકલે વિહરતે તે નિર્ભયપણે આગળ ચાલ્યો. આગળ જતા ગંગાતી અશોક વૃક્ષની નીચે શાંત તથા નિગ્રહ કરેલ ઇદ્રિયવાળા, સર્વ ગુણના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અભૂત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મારને અને સ્વામીના દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે તેમ હર્ષથી ભરપુર હદયવાળ ધન્યકુમાર ચિંતવવા લાગ્યો કે–અહા ! મારા ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ઘેર વનની અંદર કે જ્યાં મનુષ્યો આવે પણ નહિ ત્યાં અણચિંતવ્યા ચિંતારત્ન ( ચિંતામણી)થી પણ અધિક એવા મુનિરાજના મને દર્શન થયા. આજને દિવસ સફળ થયે. આજે કંઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉનાળાની ગરમીમાં તૃષાતુર થયેલા મુસાફરને જેમ માનસ સરોવર મળે તેમ મને મુનિનો મેળાપ થયે, મારા ધન્ય ભાગ્ય કે જેથી આ ભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા Jain Education Internet For Personal & Private Use Only W inelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy