SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ 家家系统多联系联系康家来 જોયાં. સવાર થતાં જ ગામના લોકે યક્ષના મંદિરમાં એકઠા થયા. તેમણે પ્રભુને દિવ્ય ગંધર્ણ અને પુષ્પોથી પૂજાએલા જોઇ પોતાનો આનંદ જાહેર કર્યો અને ભક્તિપૂર્વક વંદન કર્યું. ગામના લોકોની સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર ઉત્પલ અને ઈદ્રશર્મા નામના બે જ્યોતિષીઓ પણ ત્યાં આવ્યા હતા. પ્રભુને વંદન કરી ઉત્પલે કહ્યું કે - “હે પ્રભુ! આપે રાત્રિના છેડે જે દશ સ્વમ જોયાં છે તેનું ફળ આપ તો જાણતા જ હશો. પણ હું મારી મતિ પ્રમાણે કહું છું: (૧) પહેલા સ્વમમાં આપે તાડ જેવડા ઉંચા પિશાચને હણ્યો, તેનો અર્થ એ છે કે આપ થોડા જ વખતમાં મેહનીયકર્મને હણશો. (૨) બીજા રૂમમાં આપની સેવા કરતું સફેદ પક્ષી જોયું, તેથી આપ શુકલધ્યાનને ધ્યાવશે. (૩) ત્રીજા રવમમાં આપની સેવા કરતું વિચિત્ર કેયલ પક્ષી આપે જોયું, તે ઊપરથી આપ દ્વાદશાંગી પ્રરૂપશે એમ સૂચન થાય છે. (૪) ચોથા સ્વમમાં આપે આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયે, તે ઊપરથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. (૫) પાંચમા સ્વમમાં આપ સમુદ્ર તર્યા. તેથી આપ સંસાર સમુદ્ર તરી જશે. (૬) છઠ્ઠા સ્વમમાં આપે ઊગતો સૂર્ય જે, તેથી આપ થોડા જ વખતમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરશે. (૭) સાતમાં રમમાં આપે આંતરડાઓ વડે માનત્તર પર્વતને વીંટી લીધો. તેથી આપની કીર્તિ ત્રણે લોકમાં ફેલાશે. (૮) આઠમા સ્વમમાં આપ મેરુ પર્વતના શિખર ઉપર ચડ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર બેસી દેવો અને માનવોની સભામાં ધર્મ પ્રરૂપશો. (૯) નવમા સ્વમમાં Jain Edu For Private & Personal Use Only brator
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy