________________
સંસાર વધારી મૂક્યો. પિતાના આ કર્મની આલોયણા પણ તેણે ન કરી. તેથી પિતાનું રાશી પોરી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને, ત્યાંથી મરણ પામીને ચોથા ભવે બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયે.
ત્યાંથી ચવીને પાંચમા ભાવમાં કલ્લાક સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયા. તે વિષયાસક્ત અને હિંસાદિ કર્મોમાં ક્રર હૃદયવાળા હોવાથી, અંતમાં ત્રિદંડી થઈ મૃત્યુ પામીને ઘણા સમય સુધી સંસારમાં ભમ્યા; આ ભવોની ગણતરી સ્થૂલ ભવમાં કરી નથી. છઠ્ઠા ભાવમાં ધૃણા નગરીમાં બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્ય નામના બ્રાહ્મણ થયા; અંત સમયે ત્રિદંડી થઈ મરણ પામીને સાતમાં ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ રિથતિવાળા દેવ થયા.
આઠમા ભવે ચૈત્ય નામના સંનિવેશમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિોત નામના બ્રાહ્મણ થયા. ત્યાં પણ અંત સમયે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને, નવમા ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને દશમા ભવે મંદર નામના સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને અગિયારમા ભવે સનકુમાર દેવલોકમાં મધ્યમ રિસ્થતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને બારમાં ભવે શ્વેતાંબી નગરીમાં ચુંમાલીશ લાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને તેરમા ભવે મહેંદ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી
૧૬૭
Jan Edu
For Private & Personal Use Only