________________
પત્રાકારે જનતા સમક્ષ રજુ કરતાં મને જે અવર્ણનીય આનંદ થઈ રહ્યા છે તે આ નિર્જીવ લેખિનીથી શી રીતે દર્શાવી શકું ! વાસ્તવિક રીતે આ ગ્રંથ રત્નને સર્વાગ સંપૂર્ણ અને સુન્દર બનાવવાને યશ પરમ પૂજ્ય વયેવૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના શિષ્ય વિદ્વદ્રય મુનિમહારાજ શ્રી પુણ્યવિયજીનાજ જ્ઞાન અને શ્રમને ફાળે જાય છે.
આ “નવરા” ગ્રંથ પ્રસિદ્ધ કરવાની પ્રેરણા આજથી બે વર્ષ પહેલાં આ ગ્રંથ પ્રકાશન કાર્યમાં ઉપદેશ આપી આર્થિક સહાય અપાવનાર સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીગુલાબવિજયજીના પરમ વિનય શિષ્ય મુનિ મહારાજ શ્રીમંગલવિજયજીએ કરેલી અને પૂજ્ય શ્રી પુણ્યવિજયજીની તથા સિનેર બિરાજતા વયોવૃદ્ધ ગુરુદેવ શ્રીઅમરવિજયજીના શિષ્યરત્ન શ્રીચતુરવિજયજીની કે જેઓએ પ્રસ્થાવલિના પ્રથમના ત્રણે પુષ્પનું સુંદર સંપાદન કાર્ય કરેલું છે, તેઓશ્રીની શબ્દાતીત સહાયથીજ પ્રત્યક્ષરૂપે આ ગ્રન્થરત્ન હું પ્રકાશિત કરી શક્યો છું.
પ્રસ્તુત ગ્રન્થના અગાઉના નવ ફરમાં અમદાવાદ રતનપેળ-ગેલવાડમાં આવેલા “શ્રી જનઅભ્યદય પ્રિન્ટીંગ પ્રેસ'માં છપાવવામાં આવ્યા છે. અને બાકીના ફરમાએ શ્રીશારદામુદ્રણાલયમાં છપાવવામાં આવેલા છે; આ પ્રન્થના મુફ સંશોધન વગેરેમાં પંડિત ભગવાનદાસ હરખચંદભાઈએ ખાસ મદદ આપી છે તેમજ વડોદરા નરસિંહજીની પિળના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરના સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહના વહીવટદારેએ હસ્તલિખિત પ્રતે ઉપયોગ માટે આપી તે માટે તેઓને અને પરમપૂજ્ય ગુરુદેવ શ્રીમંગલવિજયજીના ઉપદેશથી જે જે સદગૃહસ્થાએ આર્થિક મદદ આ ગ્રન્થ પ્રકાશન કાર્યમાં આપી છે જેઓનાં મુબારક નામ આગળ આપવામાં આવેલા છે, તેઓને તથા સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રીગુલાબવિજયજીના જીવનચરિત્રના લેખક આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરજીના શિષ્ય અને મને જૈન સાહિત્યને સૌથી પ્રથમ રસાસ્વાદ લેવાની પ્રેરણા કરનાર ઉપાધ્યાયજી શ્રી પ્રતાપવિજયજીને અત્રે આભાર માનું છું.
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org