________________
સ્થિતિમાંથી કાઢી જીવને પ્રસન્નતા, સ્વસ્થતા, આનંદની સ્થિતિમાં લઇ જાય, જેમ કે સગા પુત્ર કોણિકે જેલમાં પૂરી રોજ મીઠામાં ઝબોળેલા કોરડા મારવાની સજા કરેલી, આવી દુઃસ્થ પરિસ્થિતિમાં શ્રેણિકમાટે ભગવાન મહાવીર સ્વામી જ ગતિ હતા. ભગવાનને ભગવાનની ક્ષમાને યાદ કરી શ્રેણિક આનંદમાં રહેતા હતા, અત્યારના નરકમાં પણ પરમાધામી આદિની પીડામાં પ્રભુ જ ગતિરૂપ છે.)
પઇઠ = (નરકગતિરૂપ સંસારકૂવામાં પડતા ચંડકૌશિકને પ્રતિબોધ પમાડી ભગવાને સ્વર્ગની સીડીએ ચઢાવી દીધા... આમ) ભગવાન જીવોને સંસાર કૂવામાં પડતા બચવામાટે આલંબનભૂત છે. માટે આ રીતે જીવો માટે આલંબનભૂત...
અપ્પડિહયવરનાણદંસણધરાણું = ભીંત-પડદા વગેરેથી પણ આવરણ ન પામે તેવા શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા (જેમ કે જ્યારે ધમધમતા આવેલા ગોશાળાએ ભગવાન આગળ પોતાની જાત છુપાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ભગવાને પોતાના જ્ઞાનબળે એની વાસ્તવિકતા પ્રગટ કરી. આમ ભગવાનનું જ્ઞાન અપ્રહિત હતું. આપણને ભીંત-પડદાવગેરે પાછળની વસ્તુ નથી દેખાતી. આદ્રવ્યથી આવરણ. એવી રીતે આપણને દૂરના ક્ષેત્રમાં રહેલા હિમાલયવગેરે નથી દેખાતા... આ ક્ષેત્ર આવરણ... આપણને
જ્યાં છીએ, ત્યાં જ આવતી ક્ષણે શું થશે ? તે ખબર નથી પડતી. આ છે કાળઆવરણ... આપણે અરૂપી આત્મા, સૂક્ષ્મ વસ્તુઓ, બીજાના મનની વાતોવગેરે જાણી શકતા નથી, આ ભાવઆવરણ... ભગવાનના કેવળજ્ઞાન-કેવળદર્શન એવા છે કે એમને કોઈ પણ વસ્તુના જ્ઞાન-દર્શનમાં આવું કોઈ આવરણ નડતું નથી.)
વિઅન્નચ્છઉમાણ = ઘાતિ કર્મોરૂપી છદ્મ-આવરણ જેઓનું નાશ થયું છે તેવા... જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોયાણ, મુત્તાણું મોઅગાણું... સ્વયં રાગ દ્વેષને જીતેલા તથા ઉપદેશાદિદ્વારા બીજાઓને રાગ-દ્વેષ જીતાવી આપનારા, પોતે સંસાર સમુદ્રથી તરેલા અને બીજાને તારનારા, પોતે તત્ત્વના
૫૩
Jan Education Memational
For P
& Ferone
Only
WWWellbar