________________
હતી. તેના પ્રતિકાર માટે અનુક્સે મોર, નોળિયો, બિલાડો, વાઘ, સિંહ, ઘુવડ અને શ્યન વિકૃર્વી શકાય તેવી સાત વિદ્યાઓ આપી. તેમજ તે ઉપરાંત સર્વ ઉપદ્રવોને હરનારું મંત્રિત રજોહરણ પણ આપ્યું. તે લઇને રોહગુમ બલશ્રી રાજાની સભામાં આવ્યો. ત્યાં પરિવ્રાજક સાથે વાદ શરુ થયો. એ વખતે રોહગુમે મદથી કહ્યુંપરિવ્રાજક જે મત સ્થાપશે, તેનું હું ખંડન કરીશ. તેથી પરિવ્રાજક જૈનમત જ સ્થાપ્યો કે જગતમાં બે રાશિ છે. જીવ અને અજીવ.
અહીં રોગુણે મિથ્યા અભિમાનથી રજુઆત ખોટી કરી હતી કે હું પેલો જે કહેશે, એનું ખંડન કરીશ. સમજુ અને વિવેકી આમ ન બોલે. એના બદલે એમ કહે-અમારો જે સત્ય જૈનમત છે. તેનાથી વિરુદ્ધની સ્થાપનાનું ખંડન કરીશ. રોહગુપ્ત પોતાના મિથ્યાભિમાનથી ફસાયા. જો પરિવ્રાજકના મતનું ખંડન કરે, તો પોતાના જૈનમતના ખંડનનો મહાદોષ લાગે. અને ખંડન ન કરે, તોખંડન કરવાની પ્રતિજ્ઞાભંગ થવાથી વાદ હારી જાય. એમાંય એમના ભેગી જૈનશાસનની હાલના થાય. (ઘણા માણસોને વિવાદમાં એમાંય ખાસ બીજાની વાત તોડી પાડવામાં વિશેષ આનંદ આવતો હોય છે, એમાંય જો એ પ્રતિસ્પર્ધી કે વિરોધી હોય, તો તો પછી કશું બાકી ન રહે, પછી એમાં સત્ય, અસત્ય, સમ્યક્ત-મિથ્યાત્વ બધું ભૂલાઇ જાય.) રોહગુમે જીવ-અજીવ અને ગિરોળીની કપાયેલી પૂંછડીના દૃષ્ટાંતથી નોજીવ એમ ત્રિરાશિની સ્થાપના કરી પરિવ્રાજકનો મત તોડ્યો.
તેથી ક્રોધે ભરાયેલા પરિવ્રાજકે ઉપયોગમાં લીધેલી વિંછી વગેરે વિદ્યાઓનો ગુરુએ આપેલી વિદ્યાઓથી પરાભવ કર્યો. ત્યારે પરિવાજને રાસભી વિદ્યાનો પ્રયોગ કર્યો. ત્યારે પાસે રહેલા રજોહરણથી તેનો પણ પરાભવ કરી રોહગુમે વિજય મેળવ્યો. પછી ગુરુ પાસે આવી ગુરુને બધી વાત કરી. ત્યારે ગુરુએ કહ્યું કે‘વત્સ-બધું સારું કર્યું, પણ જીવ, અજીવ અને નોજીવની પ્રરૂપણા સૂત્રવિરુદ્ધ કરી, માટે સભામાં જઇને “મિચ્છામિ દુક્કડ' દઇ આવ.' ત્યારે મિથ્યાત્વમાં આવેલા અભિમાની રોહગુણે ગુરુ સાથે વિવાદ કર્યો. તેથી ગુરુએ રાજસભામાં તેની સાથે છ મહિના વાદ કર્યો. આખરે રાજાએ વાદનો અંત લાવવા કહ્યું, ત્યારે ગુરુએ
ર૮
Gain Education Interational
For Private & Fersonal Use Only
www.
library