SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રતિરાજાએ વેપારી વગેરેને કહી રાખેલું- સાધુઓને રાજપિંડ કલ્પે નહીં, તેથી મને લાભ મળશે નહીં, પણ તમારે સાધુઓને ઉત્કૃષ્ટ દ્રવ્ય ઇચ્છા મુજબ વહોરાવવું અને કિંમત મારી પાસેથી લઇ લેવી. વેપારીવગેરે આમ કરવા માંડ્યા, આમાં રૂપાંતરથી રાજપિંડ વગેરે દોષ લાગતા હોવા છતાં રાજાની ગુરુભક્તિને ઠેસ ન પહોંચે એવા આશયથી આર્યસુહસ્તિસૂરિ જાણવા છતાં ઉપેક્ષા કરતાં હતાં. પણ આર્યમહાગિરિને ખબર પડતા એમણે આર્યસુહસ્તિસૂરિ સાથે ભોજન વ્યવહાર અલગ કરવાની ચીમકી આપી, તેથી આર્યસુહસ્તિસૂરિએ ક્ષમા માંગી અને રાજા પાસે આવી પ્રવૃત્તિ બંધ કરાવી. આર્ય સુહસ્તિસૂરિજીના વાઘાપત્યગોત્રીય સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામે બે પટ્ટધર થયા. તેઓ સૂરિમંત્રનો એક કરોડ જેટલો જાપ કરવાથી કોટિ અને કાકંદીમાં જન્મ થવાથી કાકંદી તરીકે પ્રસિદ્ધ થયા. અન્ય આચાર્યો કહે છે કે – “કોટિ કાકંદી તેમનાં મૂળ નામ હતાં અને તેઓ ક્રિયાનિષ્ઠ હોવાથી સુસ્થિત તથા તત્ત્વજ્ઞાની હોવાથી સુપ્રતિબુદ્ધ કહેવાયા.” તે બંનેના પટ્ટધર કૌશિગોત્રીય આર્ય શ્રી ઇન્દ્રદિન્ન થયા. તેમની પાટે ગૌતમ ગોત્રવાળા આર્ય દિન્ન થયા. તેમના પટ્ટધર જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રીય આર્ય શ્રી સિંહગિરિજી થયા અને શ્રી સિંહગિરિજીની પાટે ગૌતમ ગોત્રીય આર્યવજ થયા. તેઓના પટ્ટધર ઉત્કૌશિકગોત્રીય આર્યવજસેન થયા અને તેમના આર્યનાગિલ, આર્ય પૌમિલ, આર્ય જયન્ત અને આર્થ તાપસ એમ ચાર પટ્ટધર થયા, તે પ્રત્યેકથી પોત-પોતાના નામની શાખાઓ ચાલુ થઇ. એક આચાર્યના ભિન્ન-ભિન્ન શિષ્યોની શિષ્યપ્રશિખ્યાદિ પરંપરા શાખા કહેવાય, એક આચાર્યના સઘળા શિષ્યોનું એક કુલ કહેવાય અને એવા અનેક લોનો સમુદાયગણ કહેવાય, કે જેમાં એક સરખી વાચના અને આચાર હોય. આવા કુલો અને શાખાઓ ઘણાં થયાં છે. હવે સ્થવિરાવલિનો વિસ્તાર કહીશું. ઉપરશ્રી શય્યભવસૂરિના પટ્ટધર આર્યયશોભદ્ર અને તેઓના બે પટ્ટધર આર્ય ભદ્રબાહુ અને આર્ય સંભૂતિવિજય કહ્યા. તેમાં શ્રી ભદ્રબાહુના ચાર શિષ્યો- સ્થવિર ગોદાસ, સ્થવિર અગ્નિદત્ત, સ્થવિર યજ્ઞદત્ત અને સ્થવિર સોમદત્ત કાશ્યપગોત્રીય થયા. તેમાં સ્થવિરગોદાસથી ગોદાસ ૨૯૬ For Private & Fesson Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy