________________
વ્યા.
(6)
છેવટે શક્રેન્દ્રની સલાહથી બીજા યુદ્ધો બંધ કરી બંનેએ પરસ્પર જ (૧) દૃષ્ટિયુદ્ધ (૨) વાગ્યુદ્ધ (૩)મુઠ્ઠીયુદ્ધ (૪) દંડયુદ્ધ. આ ચાર યુદ્ધ કરવાનું નક્કી કર્યું. ચારેય યુદ્ધમાં અજોડ બાહુબલી જીત્યા. ત્યારે ભરતે ક્રોધમાં આવી બાહુબલી પર ચક્ર છોડ્યું. પણ ચક્રરત્નની મર્યાદા છે કે એક ગોત્રમાં ચાલે નહીં (ચક્ર પણ જાણે કહેવા માંગે છે કે કમ સે કમ નજીકના સગા સાથે, ભાઈ-ભાઈ સાથે તો સંઘર્ષ-વેર હોવા ન જ જોઇએ.) તેથી એ ચક્ર બાહુબલીને પ્રદક્ષિણા આપી ભરત પાસે પાછું આવ્યું. ત્યારે ભરતની અનીતિથી ક્રોધે ભરાયેલા બાહુબલી મુઠ્ઠી ઉપાડી ભરતને મારવા દોડ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા. બાહુબલીને રોકવાની તાકાત કોઈની ન હતી. ભરત પણ પોતાની અનીતિથી શરમાઈને નીચું મોં રાખી ઊભા હતા. છેક નજીક આવ્યા ત્યારે બાહુબલીનો વિચાર અચાનક બદલાયો. જમીનના ટુકડા ખાતર અને તુચ્છ ન્યાય-અન્યાયની વાતો ખાતર પિતાતુલ્ય ભાઈને મારવું અનુચિત લાગ્યું. પણ મહાપુરુષોની એક પણ ચેષ્ટા વ્યર્થ પણ જવી જોઈએ નહીં. તેથી ઉપાડેલી મુઠ્ઠીથી જ લોચ કરી દીક્ષા લઈ લીધી. ભરત બાહુબલીની મહાનતાને નમી પડ્યા. માફી માંગી લીધી. બાહુબલીને વિચાર આવ્યો, જો હું હમણા ભગવાન પાસે જઈશ, તો પહેલા દીક્ષિત થયેલા નાના ભાઈઓને પણ વંદન કરવા પડશે. એના કરતાં કેવળજ્ઞાન મેળવીને જ જાઉં. તેથી પછી વંદન કરવાના રહેશે નહીં. (અહંકારની તાકાત કેવી પ્રચંડ છે ! આવા મહાસમર્થ અને હાથમાં આવેલા વિજયને એક ઝાટકે છોડી દેનારા બાહુબલી પણ અહંકાર આગળ હારી ગયા.) તેથી ત્યાં જ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. એક વરસ પસાર થઈ ગયું. ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધું સમભાવે સહી લીધું. લગભગ ઘણા કર્મો ક્ષીણ થયા. આ અવસરે પ્રતિબોધનો અવસર જાણી ભગવાને બ્રાહ્મી-સુંદરીને ભાઈને પ્રતિબોધ કરવા મોકલ્યા. બંને ભગિની સાધ્વીઓએ કોમળ સ્વરે બાહુબલીને કહ્યું – ‘વીરા મોરા ! ગજથકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય !’ આ સાંભળી બાહુબલીએ વિચાર કર્યો- આ મારી બેન સાધ્વીઓનો ધ્વનિ છે, તેઓ ખોટું બોલે નહીં. તો હું ક્યાં હાથીપર ચઢ્યો છું ? અહો ! અહંના હાથી પર છું. નાના ભાઈઓ પહેલી દીક્ષા લેવાથી જો ગુણમાં આગળ છે, તો મારે એમને વાંદવા જ જોઇએ, એમાં નાનમ શાની ? મોટા તરીકેનું અભિમાન શાનું ? બસ આ વિચારથી જેવા નાનાભાઇઓને વાંદવા પગ ઉપાડ્યા, તેવું જ કેવળજ્ઞાન પ્રગટ થયું (પ્લેટફોર્મ પર આગલી ટ્રેનનો છેલ્લો ડબ્બો હોય, ત્યાં સુધી
For Private & Pers I Use Only
Jain Education International
૨૬૭ www.jainelibrary.org