________________
ઋષભદેવ ભગવાનની પ્રથમ દેશનાથી પ્રતિબોધ પામી ભરતના ઋષભસેન (પ્રખ્યાત નામ પુંડરિક) વગેરે પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ દીક્ષા લીધી. તેમાંથી ઋષભસેન વગેરે ચોરાશી ગણધર થયા. ત્યારે જ બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. સુંદરીને ‘તારે તો મારા સ્ત્રીરત્ન બનવાનું છે.” એમ કહી ભરતે દીક્ષા લેતી અટકાવી. તેથી તે શ્રાવિકા થઈ. ભગવાન સાથે દીક્ષા લીધા પછી તાપસ થયેલાઓમાંથી કચ્છ અને સહકચ્છને છોડી બાકીના બધા પણ પાછા ભગવાન પાસે આવી ગયા.
એ પછી ભરત છખંડ જીતવા નીકળ્યા. એમાં સાઠ હજાર વર્ષનીકળી ગયા. સુંદરીએ ભરતનો મોહ ઉતારવા વૈરાગ્યભાવથી એટલા વર્ષો સુધી સતત આંબેલ કર્યા. (વિચાર કરો- સાઠ હજાર વર્ષ સુધી સતત આંબેલ!વૈરાગ્ય કેવો પ્રબળ ! સંયમની કેવી તીવ્ર તાલાવેલી !)
છ ખંડ જીતી પાછા આવેલા ભરતે આ હકીકત જાણી. સુંદરીના વૈરાગ્ય આગળ ભરતનો મોહ મીણ બનીને પીગળી ગયો. દીક્ષાની રજા આપી.
છ ખંડ જીતવા છતાં નાના નવ્વાણુ ભાઈઓ આજ્ઞામાં ન હોવાથી ચક્રરત્ન પાછું આયુધશાળામાં પ્રવેશ્ય નહીં. તેથી ભારતે અઠ્ઠાણુ નાના ભાઈઓને આજ્ઞા સ્વીકારવા કહેણ મોકલ્યું. ત્યારે આ ભાઈઓ ભરત સાથે લડી લેવા તૈયાર થયા. પણ પિતાજીની સલાહ લેવી ઉચિત લાગી. (સમજુ માણસ સંઘર્ષના નિર્ણય પહેલા પણ સત્પષની જ સલાહ લેવા જાય. અને એમાં જ બધાનું કલ્યાણ પણ થાય.) ભગવાને અઠ્ઠાણુ પુત્રોને વૈતાલીય અધ્યયન દ્વારા “ભરત દુશ્મન નથી, અંદરના કામ-ક્રોધવગેરે છ શત્રુઓ જ ખરા દુશ્મન છે, માનવભવની મહત્તા એ દુશ્મનોને ખતમ કરવામાં છે' ઇત્યાદિ સમજાવ્યું. અઠ્ઠાણું પુત્રોએ દીક્ષા લીધી.
પછી ભરતે બાહુબલીને આજ્ઞા માનવા દૂત મોકલ્યો. પણ બાહુબલી માન્યા નહીં. બંને વચ્ચે બાર વર્ષ યુદ્ધ થયું. પણ કોઈનો જય-પરાજય નક્કી થયો નહીં.
Gain Education Wemational
For Private & Fersonal Use Only
WwWilbaryo