SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ २०४. अजियस्स णं अरहओ जाव प्पहीणस्स पन्नासं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीअलस्स, तं च इम- ॥ तिवासअद्धनवममासाहिअ-बायालीसवाससहस्सेहिं ऊणगमिचाइ ॥२०४।२।। સૂત્ર ૧૮૫-૨૦૪) શ્રી નેમિનાથના નિર્વાણ પૂર્વે પાંચ લાખ વર્ષે શ્રી નમિનાથનું નિર્વાણ થયું. તેમના નિર્વાણથી છ લાખ વર્ષ પૂર્વે શ્રી મુનિસુવ્રત સ્વામી નિર્વાણ પામ્યા. તેમની પૂર્વે ચોપન લાખ વર્ષ પહેલાં શ્રી મલ્લિનાથનું નિર્વાણ થયું. તેમનાથી એક હજાર કરોડ વર્ષ પૂર્વે શ્રી અરનાથનું નિર્વાણ અને શ્રી અરનાથના નિર્વાણ પૂર્વે એક હજાર કરોડ વર્ષ ન્યૂન એવા પલ્યોપમના ચોથા ભાગ પહેલાં શ્રી કુન્થનાથનું નિર્વાણ થયું. તેમના નિર્વાણથી અડધા પલ્યોપમ પહેલાં શ્રી શાન્તિનાથ નિર્વાણ પામ્યા. અર્થાત્ શ્રી શાંતિનાથના નિર્વાણથી પોણો પલ્યોપમ, પાંસઠ લાખ, ચોરાશીહજાર, નવસો એંશી વર્ષ પછી પુસ્તક્વાચનાદિ થયું. એમ પ્રત્યેક પ્રભુના નિર્વાણ પછી કેટલા કાળે પુસ્તકવાચના થઈ તે ગણિતના આધારે સ્વબુદ્ધિથી સમજી લેવું. શ્રી શાન્તિનાથના નિર્વાણથી પોણો પલ્યોપમન્યૂન ત્રણ સાગરોપમ પૂર્વે શ્રી ધર્મનાથનું નિર્વાણ. તેમનાથી ચાર સાગરોપમ પૂર્વે શ્રી અનંતનાથનું નિર્વાણ, તેમનાથી નવ સાગરોપમ પૂર્વે શ્રી વિમલનાથનું નિર્વાણ, તેમની પૂર્વે ત્રીશ સાગરોપમે શ્રી વાસુપૂજ્યનું નિર્વાણ, તેમના નિર્વાણથી ચોપન સાગરોપમ પૂર્વે શ્રી શ્રેયાંસનાથનું નિર્વાણ, તેમની પૂર્વે સો સાગરોપમ, છાસઠ લાખ, છવીસ હજાર વર્ષનૂન એવા એક કરોડ સાગરોપમે શ્રી શીતલનાથનું નિર્વાણ, તેમનાથી નવ કરોડ સાગરોપમ પૂર્વે શ્રી સુવિધિનાથ નિર્વાણ પામ્યા. તેમનાથી નેવું કરોડ સાગરોપમ પૂર્વે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીનું નિર્વાણ, તેમનાથી નવસો કરોડ સાગરોપમ પૂર્વે શ્રી સુપાર્શ્વનાથનું નિર્વાણ, તેમના નિર્વાણથી નવ હજાર કરોડ સાગરોપમ પૂર્વે શ્રી પદ્મપ્રભુસ્વામીનું નિર્વાણ, તેમની પૂર્વે નેવું હજાર કરોડ સાગરોપમે શ્રી સુમતિનાથનું નિર્વાણ, તેમના નિર્વાણ પૂર્વે નવ લાખ કરોડ સાગરોપમે શ્રી અભિનંદનનું નિર્વાણ, તેમની પૂર્વેદશલાખ કરોડ સાગરોપમે શ્રી સંભવનાથનું નિર્વાણ, તેમના નિર્વાણ પૂર્વે ત્રીસ લાખ કરોડ સાગરોપમે શ્રી અજિતનાથનું નિર્વાણ અને શ્રી અજિતનાથના નિર્વાણ પૂર્વે પચાસ લાખ કરોડ સાગરોપમે શ્રી ઋષભદેવનું નિર્વાણ જાણવું. I ૨૫૩ Gain Education Intematonal For Private Personel Use On www. bary ID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy