________________
|
(૪)
८१. तए णं सिद्धत्थे राया तेसिं सुविण - लक्खण- पाढगाणं अंतिए एयमहं सोच्चा निसम्म हट्ठ तुट्ठ जाव हियए करयल जाव ते सुविण लक्खणपाढए एवं वयासी ॥८१॥ ८२. एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाणुप्पिया ! इच्छियमेयं देवाणुप्पिया, पडिच्छियमेयं देवाणुप्पिया ! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया !, सच्चे णं एसमट्टे से जहेयं तुब्भे वयह त्ति कट्टु ते सुमिणे सम्मं पडिच्छइ, पडिच्छित्ता ते सुविणलक्खणपाढए विउलेणं असणेणं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता, विउलं जीवियारिहं पीइदाणं दलइ, વૈછત્તા ડિવિસર્નૂફ ॥૮॥
થશે. (૧૦) પદ્મસરોવર સ્વપ્નના ફળરૂપે ભગવાન દેવોવડે રચાતા નવ સુવર્ણકમળપર પગ મુકી વિહાર કરશે. (૧૧) રત્નાકર- ક્ષીરસમુદ્રના સ્વપ્નના ફળરૂપે ભગવાન કેવળજ્ઞાનાદિ રૂપ રત્નોના સાગર થશે. (૧૨) વિમાનદર્શન – ભગવાન વૈમાનિક દેવોને પણ પૂજ્ય બનશે (૧૩) રત્નરાશિ સપનાના ફળરૂપે પ્રભુ રત્નમય ગઢમાં બેસી દેશના આપશે. (૧૪) ધૂમાડા વિનાના અગ્નિના દર્શનથી ભગવાન ભવ્ય જીવોરૂપી સોનાની શુદ્ધિ કરનારા થશે.
સૂત્ર ૮૧+૮૨) શ્રી સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણ પાઠકોની વાત સાંભળી અત્યંત આનંદ પામ્યા, મસ્તકે હાથ જોડી ‘હે દેવાનુપ્રિયો ! તમે જે કહ્યું, તે તથ્ય છે, સત્ય છે ઇત્યાદિ કહી સ્વપ્નોના ફળાદેશને સારી રીતે સ્વીકાર્યો. પછી સ્વપ્નલક્ષણપાઠકોના વિપુલ શાલી ચોખાવગેરે અશન, ફૂલો, વસ્ત્રો, સુગંધી ચૂર્ણો, માળાઓ, મુગટાદિ અંલકારો વગેરેથી સત્કાર અને વિનયયુક્ત વચનોથી સન્માન કર્યાં. એ પછી જિંદગીભર ચાલે એટલું ધન પ્રીતિદાનરૂપે આપી માનભેર વિદાય આપી. (જેમના કારણે આવેલા સપનાઓ માતા-પિતાવગેરેને આટલા આનંદદાયક બનતા હોય, અને સ્વપ્નલક્ષણ પાઠકોને એક ફળકથન કાર્યમાં જીવનભરની આવક કરાવી દેતા હોય, એ ભગવંતો સાક્ષાત્ વિચરે ત્યારે જગતનું કલ્યાણ કરે, તેમાં શી નવાઈ ?)
Jain Education International
For Private & Personal Use Only
૧૨૪ www.jainelibrary.org