________________
હ્યા.
(૩)
जाता ५६ मा मे ते उत्तमा पहाणा मंगला सुमिणा दिट्ठा अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्संति त्ति कट्टु देव गुरुजण संबद्धाहिं पसत्थाहि मंगल्लाहिं धमिवाहिं कहाहिं सुमिणजागरियं जागरमाणी पडिजागरमाणी विहरइ ॥५६॥
[ z* || 41 45 9++ ----
એ જ ઇછ્યું છે. આપના મુખમાંથી પડતા બોલને મેં હૃદયમાં ઝીલ્યા છે અને ‘એ સર્વ સત્ય થશે.’ એમ નિશ્ચિત સ્વીકાર્યું છે. આ રીતે સ્વીકારપૂર્વક સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નોના કહેલા અર્થ સમ્યગ્ રીતે સ્વીકાર્યા. પછી સિદ્ધાર્થ રાજાની અનુમતિથી ઊઠી રાજહંસની જેવી શ્રેષ્ઠ ગતિથી ચાલતાં ત્રિશલાદેવી પોતાના શયનકક્ષમાં આવ્યાં.
(પ્રસન્ન જીવનની આ ચાવી છે સરળ હૃદય, મીઠી વાણી અને સહર્ષ સ્વીકારની વૃત્તિ. હૃદયમાં કપટ – છુપાવવાની વૃત્તિ હોય, વાણી કર્કશ હોય અને સર્વત્ર વિરોધની વૃત્તિ હોય, તો અવિશ્વાસ-સંક્લેશ અને મતભેદ- મનભેદ થયા જ કરે... પતિને દોરડું લઈ સ્કૂલ પર ચઢતો જોઈ પત્નીએ પૂછ્યું, શું કરો છો ? પતિ કહે, રોજની આ કચ કચથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપધાત કરવો છે... પત્નીએ કહ્યું, જે કરવું હોય તે કરો, પણ સ્કૂલ જલ્દી ખાલી કરો, મારે સ્કૂલનું કામ છે ! કલ્પસૂત્રકાર તો કહેવા માંગે છે કે ભગવાન આ સુખમય પ્રસન્ન સંસારને પણ દાવાનલ માની સંયમમાર્ગે ગયા, અને આપણને તો આપણી ભાષા અને આપણા વ્યવહારથી સંસાર સળગી જવા છતાં એ બળતો સંસાર છોડી વૈરાગ્યથી સાધુ થવાનું મન થતું નથી ! સંસારમાં હો કે સંયમમાં, સહવર્તી સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, એ માટે આ રીતના શાસ્ત્રકારે નોંધેલા વાર્તાલાપ આપણને ખૂબ માર્ગદર્શન આપે છે.)
સૂત્ર ૫૬) ત્યાં ‘મારા ઓ ઉત્તમ સ્વપ્નો બીજા પાપસ્વપ્નો આવવાથી નિષ્ફળ ન જાવ'. એમ વિચારી શેષ રાત સખીઓ સાથે દેવ-ગુરુ-ધર્મ વગેરે સંબંધી શ્રેષ્ઠ ધાર્મિક વાતો કરવારૂપસ્વપ્ન જાગરણ કરીને પૂર્ણ કરી. (જેમ ઉત્તમસ્વપ્નોને ખરાબ સ્વપ્નો હણી નાંખે છે, નિષ્ફળ કરી નાંખે છે; એમ ઉત્તમ ભાવનાઓને ખરાબ ભાવનાઓ હણી નાંખે છે. અને ઉત્તમ આચારોને દુરાચાર હણી નાંખે છે. માટે ઉત્તમ ભાવનાઓ અને ઉત્તમ આચારોને મહાપુરુષોના પ્રસંગોને નજરમાં લાવવા આદિ ઉત્તમ પ્રવૃત્તિદ્વારા જાળવી લેવા
For Private & Personal Use Only
(a)
5" Jain Education International
૧૦૫
WWWahellbrary of D