SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પા. (૨) ગઈ. (તે વખતે એમને કેવો આઘાત લાગ્યો હશે ? માટે જ કરેલા પાપના આવા તીવ્ર ઉદયો જાણી લઈ પાપ કરવાથી જ અટકી જવામાં ડહાપણ છે.) સૂત્ર ૩૨) જે રાતે ભગવાન મહાવીર સ્વામી ત્રિશલામાતાની કુક્ષિએ પધાર્યા, તે રાતે ત્રિશલા ક્ષત્રિયાણી અંદરના ભાગમાં જાતજાતના વિવિધ ચિત્રોથી રમણીય, ચાંદની જેવા ઉજ્જવળ, કોમળ પથ્થર વગેરેથી ઘસાયેલા હોવાથી કોમળ લીસા સ્પર્શવાળા બહારની દીવાલવાળા તથા પાંચેય વર્ણના મણિ-રત્નોથી બનાવેલા વિવિધ ચિત્રોથી રમણીય છત અને ભૂમિભાગવાળા તથા રત્નોના પ્રકાશના કારણે અંધકાર વિનાના, તથા પાંચેય વર્ણના સરસ-સુગંધી ફુલોથી અને કૃષ્ણાગરુ વગેરે સુગંધી દ્રવ્યોના સુગંધમય ધૂમાડાઓથી અત્યંત મઘમઘાયમાન બનેલા તથા વિવિધ સુગંધી ચૂર્ણોથી વિશેષ સુવાસિત થયેલા વિશેષ વર્ણવી ન શકાય તેવા અને મહાભાગ્યશાળીઓને જ યોગ્ય ગણાય તેવા શયનગૃહમાં બંને બાજુ ઓશિકાઓના કારણે ઉન્નત અને વચ્ચેના ભાગે નમેલી તથા ગંગાની રેતી જેવી અત્યંત કોમળ તથા શ્રેષ્ઠ વસ્ત્ર ચાદરવાળી તથા અપરિભોગ અવસ્થામાં ધૂળથી ખરડાઈ ન જાય એ માટે રજસ્રાણથી યુક્ત તથા લાલ રંગની ઝીણી મચ્છરદાનીથી યુકત, રૂ, માખણ વગેરે જેવી અત્યંત કોમળ સ્પર્શવાળી તથા સુગંધી દ્રવ્યોથી સંસ્કારિત-વાસિત કરાયેલી એવી શરીર પ્રમાણવાળી પથારીથી યુકત, મહાપુરુષોને જ યોગ્ય ગણાય એવા અવર્ણનીય પલંગપર સૂતા હતા, ત્યાં મધ્યરાતે અર્ધજાગ્રત અવસ્થામાં ત્રિશલા-ક્ષત્રિયાણી આવા પ્રકારના કલ્યાણકારી ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે-હાથી-વૃષભ-સિંહ-શ્રીદેવી-પુષ્પમાળા-ચન્દ્ર-સૂર્ય-ધ્વજ-પૂર્ણકળશ-પદ્મ સરોવર–ક્ષીર સમુદ્ર-વિમાન (અથવા ભવન)–રત્નરાશી અને નિર્ધમ અગ્નિ શિખા. ઘણા ભગવાનોની માતાઓ આ ક્રમથી સ્વપ્નો જુએ છે માટે આ ક્રમ કહ્યો. વાસ્તવિક રીતે તો ઋષભદેવની માતાએ પહેલા સ્વપ્નમાં વૃષભ અને વીર પ્રભુની માતાએ પહેલા સ્વપ્નમાં સિંહને જોયો હતો. હવે સ્વપ્નાઓનું વર્ણન કરાય છે. For Private & Personal Use Only Jain Education international ૫ jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy