________________
Jain Education International
• પ્રાસ્તાવિક્મ.
થોડાક સમય પૂર્વે જ મહોપાધ્યાયશ્રીયશોવિજયજી ગણિવરરચિત દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા ગ્રંથ સ્વોપજ્ઞવૃત્તિ, નયલતાવૃત્તિ તથા દ્વાત્રિંશિકાપ્રકાશ-ગુજરાતીવિવરણસહિત આઠ ભાગમાં શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘમુંબઈ તરફથી પ્રકાશિત થયો. આઠ ભાગમાં પુસ્તકાકારે છપાયેલ મહાકાય ગ્રંથરત્ન વિહારાદિમાં મહાત્માઓ ઊંચકી ન શકે તેમ જ જેમને ફક્ત મૂળગ્રંથ-સ્વોપજ્ઞ-વૃત્તિસહિત વાંચવો હોય તેમણે પણ આઠ ભાગ સાથે રાખવા પડે. આથી સ્વોપક્ષવૃત્તિયુક્ત દ્વાત્રિંશિકા પ્રકરણ મૂળ ગ્રંથનું શુદ્ધ સંસ્કરણ પ્રતાકારે છપાય તો વિહારાદિમાં મહાત્માઓને અનુકૂળ પડે -તેવી અનેક મહાત્માઓ તરફથી માંગણી આવી. તેને લક્ષમાં રાખીને, અનેક હસ્તપ્રતો તથા મુદ્રિતપ્રતોના આધારે સંશોધિત અને મુદ્રિત થયેલ, શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ-મુંબઈ પ્રકાશિત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રંથના આધારે પ્રસ્તુત પ્રકાશન થઈ રહેલ છે.
મહોપાધ્યાય યશોવિજયગણીરચિત સ્વોપશ-વૃત્તિયુક્ત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા નામના પ્રસ્તુત ગ્રંથમાં ટિપ્પણમાં જે અશુદ્ધ પાઠ, પાઠાંતર, ત્રુટકપાઠ, અધિક પાઠ વગેરેની નોંધ આપેલ છે તે અંધેરી ગુજરાતી જૈન સંઘમુંબઈથી પ્રકાશિત થયેલ દ્વાત્રિંશિકા ગ્રંથ (આઠ ભાગ)ના આધારે દર્શાવેલ છે. તેની વાચકવર્ગે નોંધ લેવી.
જ્ઞાનદ્રવ્ય દ્વારા પ્રસ્તુત ગ્રંથના મુદ્રણ આદિમાં શ્રી આંબાવાડી શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘ-અમદાવાદ તરફથી સહર્ષ સંપૂર્ણ આર્થિક સહયોગ મળેલ છે તે બદલ આંબાવાડી સંઘના ટ્રસ્ટી ગણને ધન્યવાદ. પ્રસ્તુત ગ્રંથના માધ્યમથી વિશે વાચવર્ગ મોક્ષમાર્ગે હરણફાળ ભરે તેવી મંગળકામના. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
માગ.વદ-૧૦ લિ. પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ સ્વ.ગચ્છાધિપતિ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી શ્રી પાર્શ્વનાથ જિનજન્મકલ્યાણક, મહારાજના શિષ્યરત્ન પૂજ્યપંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજય ઓપેરા, અમદાવાદ. ગણિવરના શિષ્યાળુ મુનિ યશોવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org