SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ શાંતિનાથ ચરિત્ર - કાવ્ય મુદ્રિત થએલાં છે તેમ હજી પણ હસ્તલિખિત અવસ્થામાં કોઈક સંપાદકની રાહ જોઈ રહેલાં પણ છે. તે યાદી ઉપરથી જાણી શકાશે. ગ્રન્થકારના જીવનની વિશિષ્ટતા હવે આપણે આ કૃતિની વિશેષતાઓ, મૌલિક ખૂબીઓ, આકર્ષક તત્ત્વો તરફ દષ્ટિપાત કરીએ તે પહેલાં આના કર્તા-રચયિતા આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજના જીવનને સંક્ષેપમાં જાણી લઈએ. આપણે ત્યાં ભાગ્યે જ આવા પ્રભાવક સૂરિવરોનાં જીવન સંબંધી કોઈ નોંધ કે વિગતો મળે છે. મુનિવરો નિ:સ્પૃહ હોય છે. જીવન જીવી જાણે છે, જીવન જીવી જાય છે. તેની પાછળ કોઈ સ્મૃતિચિહન કે ઈતિહાસ પોતે નોંધી જતા નથી. એ આધ્યાત્મિક દષ્ટિએ એના પોતાના આત્મા માટે જરૂર સ્પ્રહણીય ગણાય પણ તે પછીની પેઢીઓ માટે તો એક શોધનો - અનુઅન્ત શોધનો વિષય બની રહે છે. આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજના જીવન વિષે પ્રબંધોમાં, તૂટક તૂટક માહિતી મળે છે પણ તેનો કોઈ સ્વતંત્ર પ્રબંધ મળતો નથી. તેઓના જન્મ સ્થળ - સંવત, દીક્ષાસ્થળ - સવંત, સૂરિપદારોપણવર્ષ વગેરેનો પણ ઉલ્લેખ કયાંય મળતો નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે તેઓના શિષ્યરત્ન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ પણ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્યની પ્રશસ્તિમાં માત્ર એક જ શ્લોકમાં ગુરુમહારાજ માટેનો ઉલ્લેખ કરે છે. તેઓ લખે છે -
SR No.600084
Book TitleSiri Santinaha Chariyam
Original Sutra AuthorDevchandasuri
AuthorDharmadhurandharsuri
PublisherB L Institute of Indology
Publication Year1996
Total Pages1016
LanguageSanskrit
ClassificationManuscript
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy