________________
शिष्यस्तस्य च तीर्थमेकमवने: पावित्र्यकृजंगम स्याद्वादत्रिदशापगाहिमगिरिविश्वप्रबोधार्यमा । कृत्वा स्थानकवृत्ति-शान्तिचरिते प्राप्त: प्रसिद्धिं परां सूरिभूरितप:प्रभाववसति: श्री देवचन्द्रोऽभवत् ॥१४॥
તેઓના જીવનનાં છૂટક, ગુટક જે પ્રસંગો, પ્રબંધોમાં અને કુમારપાળ ચરિત્રોમાં મળે છે તેમાંથી માત્ર બે જ પ્રસંગો અહીં વિચારીએ જેથી તેઓના ઉદાર વ્યકિતત્વનો પરિચય આપણને મળી રહેશે. એક પ્રસંગ છે શ્રી હેમચન્દ્રાચાર્યજીની દીક્ષા પહેલાંનો અને બીજો પ્રસંગ છે કુમારપાળ રાજા બની ગયા પછીનો, બન્ને અલગ અલગ ગ્રન્થમાં મળે છે. પહેલો પ્રસંગ ઉપાધ્યાય થી ચારિત્રસુન્દરગણિ - રચિત પુIRTIનરિત ના પ્રથમ સર્ગના ત્રીજા વર્ગમાં (સ્લોક ૧ થી ૯) છે એથી તેઓમાં શાસન પ્રત્યેની કેવી પ્રગાઢ પ્રીતિ હતી તેનો ખ્યાલ આવે છે. એ પ્રીતિજન્ય વેદનામાંથી જ શ્રી હેમચન્દ્રાચાર્યજી આપણને મળ્યા છે.
મનનીય બે જીવન પ્રસંગો
| ‘પૂર્ણતલ ગછના આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજ, એકવાર મનમાં વિચારે છે કે પૂર્વકાળમાં શ્રી વજસ્વામીજી, શ્રી આર્ય ખપૂટાચાર્ય, શ્રી પાદલિપ્તસૂરિ, થી બપ્પભટ્ટસૂરિ વગેરે મહાપ્રભાવક પુરુષો થઈ ગયા. અત્યારે વર્તમાન કાળમાં અમારા જેવા ધણા આચાર્યું છે. પણ શાસનનો ઉદ્યોત કરે તેવા કોઈ નથી. અમે હોવા છતાં કેટલાય માત્સર્યવાળા મિથ્યાદષ્ટિ જીવો, જૈન ધર્માનુયાયીઓને ઉપદ્રવ કરે છે. તેથી કોઈક મહાન પ્રભાવસંપન્ન પુરુષ થાય તે બહુ જરૂરી છે. આમ વિચારીને તેઓ શાસનની ઉન્નતિ માટે મહાપ્રભાવક શ્રી સૂરિમંત્રની આરાધના કરે છે. તે આરાધનાથી શાસનદેવી પ્રત્યક્ષ થયાં અને તેમણે સ્પષ્ટપણે કહ્યું