SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यात्वेति सूरिमन्त्रस्याराधनं सूरयो व्यधु: । विधुतान्यप्रभावस्य शासनोन्नतिहेतवे ॥५॥ प्रत्यक्षीभूय तत्पीठपूजिता शासनेश्वरी । मुमुक्षुमुरव्यमाचष्ट स्पष्टवागिति तं मुदा ॥६॥ ધંધુકા નગરમાં દેરાસરમાંથી આવ્યા બાદ પાટ ઉપર બેઠેલો જે બાળક તમને વંદન કરશે તે મોઢવંશવિભૂષણ પાહિણી અને ચાચિનનો પુત્ર ચાંગદેવ નામનો બાળક શાસનનો પ્રભાવક બનશે' આ પ્રમાણે કહીને પ્રસન્ન થએલાં શાસનદેવ અન્તર્ધાન થયા. પછી આ કાર્યની સિદ્ધિ માટે આચાર્યશ્રી ધંધુકા નગરે પધાર્યા. આ પ્રસંગમાં તેમના મનમાં રહેલી પ્રીતિજન્ય વ્યથા પ્રગટ થાય છે. બીજો પ્રસંગ તેમના ઉત્તરકાળનો છે. તે આચાર્ય શ્રી સોમતિલકસૂરિ રચિત કુમારપાનવરિત માં છે. આ બીજો પ્રસંગ પુરાતનાચાર્ય સંગૃહીત કુમારપાતપ્રવોથપ્રવર્ષ માં છે. અહીં પધ ચરિત્રના આધારે એ પ્રસંગ જોઈએ. આ પ્રસંગથી તેઓના વ્યકિતત્વના અનાસક્ત પાસાનો પરિચય મળે છે. કેવી નિર્લેપતા, તટસ્થતા, નિ:સ્પૃહતા હશે તેનો ખ્યાલ આવે છે. એક વખતનો પ્રસંગ છે. મહારાજ કુમારપાલને એવો વિચાર આવે છે કે જગતને આપણે ઋણમુકત કરીએ. આ કાર્ય તો ત્યારે જ શકય બને કે જે સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ થાય એટલે કુમારપાલ રાજાએ તેમના ગુરુ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજને એ માટે વિનંતિ કરી.
SR No.600084
Book TitleSiri Santinaha Chariyam
Original Sutra AuthorDevchandasuri
AuthorDharmadhurandharsuri
PublisherB L Institute of Indology
Publication Year1996
Total Pages1016
LanguageSanskrit
ClassificationManuscript
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy