________________
શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે શ્રી સંધ અને રાજા કુમારપાલની વિનંતિથી પોતાના ગુરુ શ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજને આમંત્ર્યા. તેઓ શ્રી પણ આ આમંત્રણથી કોઈક મહાન સંઘકાય ઉપસ્થિત થયું હશે એમ માની જલ્દીથી વિહાર કરીને પધારી ગયા. કુમારપાલ રાજા પ્રવેશોત્સવની સામૈયાની તૈયારી કરાવતા હતા. ને સૂરિજી તો પૌષધશાલામાં પધારી ગયા. શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ આદિ શ્રી સંધે તથા કુમારપાલ રાજાએ વંદના કર્યા પછી તુર્ત સૂરિજીએ પૂછ્યું 'કહો શું સંઘનું કાર્ય છે' ? એકાન્તમાં પડદામાં બેસીને આચાર્યશ્રી તથા રાજાએ તેઓના ચરણમાં વંદના કરીને સુવર્ણસિદ્ધિની યાચના કરી.
શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજે કહ્યું કે જ્યારે હું બાલ્યાવસ્થામાં હતો ત્યારે આપે એક લાકડાની બારીમાંથી વેલડીનો રસ લેવરાવી તાંબાના ટુકડાને ચોપડાવ્યો હતો અને તે જ ક્ષણે તે તામ્રખંડ સુવર્ણનો બની ગયો હતો. તો કૃપા કરીને તે વેલડીનાં નામ - ઠામ બતાવો જેથી તે પ્રયોગથી ઘણું સોનું મળે અને રાજા આ પૃથ્વીને ઋણમુકત કરી શકે
આટલું સાંભળતાવેંત સૂરિજી ગુસ્સે થયા ‘તમે આ માટે યોગ્ય નથી. પહેલાં તમને મગના પાણી જેવી વિદ્યાથી પણ અજીર્ણ થયું હતું એવા મંદાગ્નિ વાળા તને આ મોદક જેવી લાડવા જેવી વિદ્યા કેવી રીતે આપું ?
कुपिता गुरव: प्राहुः पापापसर दूरतः । न योग्य इत्यपास्यासु पादलग्नमिवोरगम् ।। अग्रे मुद्रसप्रायविद्यया त्वमजीर्णभाक् । मन्दाग्नेर्मोदकां विद्यां कथमेतां दादामि ते ? ॥ शिष्यमाग्रहतस्तस्मादपथ्यादिव रोगिणम् । निवार्य सूरयो भूरिवैराग्या नृपमभ्यधुः ।। जिनचैत्यालङ्कृतमा मारिनिर्धाटनादिभिः । सिद्धे लोकद्वये राजन् ! किमाधिक्यमभीप्ससि ? ।। किञ्च ते जगदानृण्यकारिण्यै हेमसिद्धये ? । न भाग्यमस्ति तेनात्र युक्ता भावानुमोदना ॥