________________
પ્રહેલિકા પણ આમાં વિદ્યા વિનોદ માટે પ્રયોજી છે (પૃ ૪૧૬). ઋતુવર્ણનો મહાકાવ્યની પદ્ધતિનાં આપ્યાં છે. શિશિરઋતુ અને વસંતઋતુનાં વર્ણનોમાં ( પૃ. ૪૨૮) તે તે ઋતુમાં થતાં પુષ્પો વર્ણવ્યાં છે. પ્રિયંગુલતા, લોધ્રુવલ્લિ, કુંદપુષ્પ અને તિલક એ શિશિર ઋતુમાં આવતાં પુષ્પો છે. પુષ્પોનાં નામ તો, તેઓ શ્રી શાંતિનાથ ભગવાનના જન્માભિષેક પ્રસંગે જે કુસુમાંજલિનું વર્ણન છે ત્યાં આપે છે.
જાતિ, કુંદ, મંદાર, ચંપક, પારિજાત, કેતકીદલ, મચકુંદ, દાડિમ પુષ્પ, જપાકુસુમ (જાસુદ) વિકસિતતામરસ, મરવો, દમણો, હરિચંદન, કુંકુમ, મલ્લિ, શતપત્રી (સેવંત્રીના ફુલ) કોરંટ, કુજ, કેટકેટલાં નામ છે. આજે આમાંથી ભાગ્યેજ નામ આપણાથી પરિચિત મળે પાંચ સાત વર્ણનમાં તો અલકાપુરીનું વર્ણન, કવિ કાલિદાસનાં અલંકારને યાદ કરાવે તેવું છે. વિસ્તારનો ભય છે છતાં એ સાત ગાથા આપવાની લાલસા રોકાતી નથી,
तस्य उत्तरसेढीए अत्थि अलयाउरी सुविक्खाया। विज्जाहरवरनयरी अच्छेरयसयसमाइणा ॥ १ ॥ जीए मरगयनिम्मियपासायाणं विणिग्गयकरेहिं । गज्जंकुरभंतीए नीयं वच्चंति रवितुरया ||२|| वरइंदनीलनिम्मियपासाउट्ठियकरेहिं मिलिय ससी । उद्धद्धाइयबरिहिणकलावसोहं समुव्वहई || ३ || जीए फालियभित्तीबहिजंतंतोपविट्ठसूबेहिं । जणइ सुरयंतरायं मुद्धवहूणं दिवालोगो ॥४॥
जत्थ वरतर (?) मणिमयपासायसिहासमूहवेलविया । रयणीहए दीवयासंकिय व्व सलहा निलीयंति ॥५॥
जीए य पीयमणिगिहकरकुसुमग्गहणभग्गहत्थनहा । कणियारयकुसुमेसु वि वाहिंति न मालिया हत्थं ॥ ६ ॥
इय केत्तियं व भन्नउ तीए नयरीए रयणमइयाए । जं जं चिय अच्छरियं तं तं सव्वं पि संभवइ ||७|| गा. ३६५४ - ३६६० ॥
અર્થની દૃષ્ટિએ માત્ર બે ચિત્તાકર્યાંક ઉત્પ્રેક્ષા દર્શાવીને સંતોષ માનીશ -
ઉત્તમઈન્દ્રનીલમણિનિર્મિત પ્રાસાદમાંથી નીકળતાં કિરણો, ચન્દ્રમાં ભળતાં હતા ત્યારે એ ચન્દ્ર, કળાયેલા મોરના પિચ્છકલાપની શોભાને ધારણ કરતો હતો (૩)
१३