________________
જે નગરીના પીતમણિનિર્મિત ગૃહના કિરણોને પુષ્પ સમજી તેને ગ્રહણ કરવા માટે માળીઓ એટલો પ્રયત્ન કરતા કે તેથી તેમના નખ બુઠ્ઠા થઈ ગયા, તેના કારણે ગરમાળાના કુલ પણ તેઓ ચૂંટી શકતા નહીં (૪)
ગ્રન્થગત શબ્દ પ્રયોગ
અલંકારનો કિંચિત્ વિચાર કરીને હવે થોડોક શબ્દોનો વિચાર કરીએ.
કેટલાય શબ્દો આજે ગુજરાતીમાં પ્રચલિત છે, તે શબ્દો તે કાળમાં પણ વપરાતા હતા. ઉદા. ખરખરો શબ્દ આ શબ્દ આજે ગુજરાત સૌરાષ્ટ્રમાં જે અર્થમાં વપરાય છે તે જ અર્થમાં વરવો શબ્દ (ગા. ૬૨૮૭). વપરાયો છે. રોટલી વણવા માટે જે બાજોઠ વપરાય છે તેને આજે ગુજરાતમાં આડણી કહે છે. તે જ અર્થમાં અફુળિય (ગા, ૫૪૩) શબ્દ મળે છે. ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રમાં આજે પણ સીધા રસ્તા માટે ‘પાધરો મારગ’ એવો શબ્દ પ્રયોગ થાય છે એ જ અર્થમાં પથ્થો મળે (ગા. ૬૯૯૭) શબ્દ - પ્રયોગ અહીં મળે છે. ખાદ્ય પદાર્થના શબ્દો પણ આજે જે અર્થમાં વપરાય છે તે જ અર્થમાં અહીં મળે છે (પૃ ૫૪) રાફ્લુ = રાઈતું, જ્વર૩ કસૂંબર, મુાિય આજે પાટણ (ઉ.ગુ) અને અમદાવાદમાં જેને મરકી કહે છે તે મિષ્ટાન્ન ( અડદના લોટની મીઠાઈ જેના ઉપર ખાંડ ચઢાવવામાં આવે છે તે રાજસ્થાન આદિ પ્રદેશોમાં મરતી નામની મીઠાઈ).
આમાં જમણવારમાં જમવાનો ક્રમ પણ મળે છે પહેલાં દાળ, ભાત પછી લાડુ, ખાજા, મરકી વગેરે પકવાન્ન આવો ક્રમ છે. બહેનોને ભોજનમાં કયા પદાર્થની રુચિ હોય (ખીચું, પાપડનો ભૂકકો, કસૂંબર ) તેનો ખ્યાલ અહીં આપ્યો છે. ( પૃ. ૮૦૩)