________________
તો પ્રસંગે પ્રસંગે વેરાયેલાં મોતીની જેમ મળે છે. દા.ત. સંસ્કૃતમાં અર્થાન્તરન્યાસ તરીકે સન્તો દિ નતવત્સતા': આવું ચરણ મળે છે. અહીં તેમણે આ સુભાષિત ગા. ૩૮૫૫. એવું ગૂંચ્યું છે. તો સુભાષિત તરીકે નષ્ફ ૩ મામા પાયામાં વેચ્છતા હતિ તો સુભાષિત તરીકે
सीहह केसर, सइहि थण, सरणाइउ सुहडस्स । मणि मत्थइ आसीविसह नवि घेप्पइ अमुयस्स ॥ पृ. ८५६।।
આવા સુભાષિતની જેમ કહેવતો પણ સુંદર મળે છે. ગુજરાતીમાં પ્રસિદ્ધ એવી ‘હાથ કંકણ ને આરસીની શી જરૂર’ એ કહેવત અહીં મળે છે. ત્યારે થાય છે કે કહેવતના પણ કેટલા જુના સ્રોત ચાલ્યા આવે છે.
'करनिहियकंकणम्मिं, कजं किर दप्पणेण किं होइ ।' |गा. ४०३।।
એક પ્રસંગે એક યાદગાર શિખામણ અહીં મળે છે. શબ્દો આવા છે. 'વિવેદિં પુખ નદીનું પાવે; fમયત્વે’ | આ ગદ્ય પંકિત પછી પદ્ય
जइ जेण व, तेण व, जह व, तह व हे हियय ! निव्वुई कुणसि । ता दुक्कह तुह जम्मतरे वि दुक्खं चिय न होतं ।। पृ. ८३३।।
વિવેકી મનુષ્ય જે જે અવસ્થા પ્રાપ્ત થાય - જે જે ભાવ મળે તેમાં રાજી રહેવું જોઈએ. હે હૃદય ! જે જેના તેના વડે, જેવી તેવી રીતે, પણ તું શાન્તિને પામતો હોય તો, તું જન્માન્તરમાં પણ દુઃખ પામીશ નહી’ આવા ભાવાર્થનાં ઘણાં મૂલ્યવાન પદ્યો આમાં છે.