________________
શ્રી સ્થિરચન્દ્રગણી સહાયક થયા છે. તેમાં તેઓએ પ્રશસ્તિમાં નોંધ્યું છે.
‘જિન પૂજન, સ્તવન, વંદન ઉઘુકત, સામાઈકાદિ નિરત, ઘણા ગ્રન્થ લખાવનાર, સદ્ધર્મયુક્ત, સકલ ગુણનિધાન, ધર્મપુરુષાર્થમાં ધુરન્ધર, એવા “વહઓ વીહક' નામક શ્રેણીના પુત્ર, પિતાના જેવા જ ગુણથી યુક્ત “શ્રીવત્સ’ નામના શ્રાવકની વસતિમાં રહીને આ ગ્રન્થ રચ્યો છે. આ મહાગ્રન્થ માટે શ્રી સોમપ્રભાચાર્ય, કુમારપાલ પ્રતિબોધમાં - લખે છે.
कयसुकयकुमुयबोहा, चउरचओरप्पमोयसंजणणी । संतिजिणचरित्तकहा, जुण्ह व्व वियंभिया जत्तो ।
આ શાંતિજિનચરિત્ર કથા તો જ્યોન્નાની જેમ ચકોરપક્ષી રૂપ ચતુરજનોને, પ્રમોદ આપનારી છે. અને પુણ્યરૂપી સુકૃતરૂપી કુમુદ (ચન્દ્ર વિકાસી કમળો) ને ખીલવનારી છે. આમાં જે ચતુરને પ્રમોદ આપનારી કહી છે તે બહુ સાર્થક વાત છે. આના વાંચનથી ચતુરજન ખુશ ખુશાલ થઈ જશે. આ કથા પ્રાકૃત ભાષામાં લખાઈ છે. પ્રસંગે પ્રસંગે અપભ્રંશ ભાષાના પદ્યો પણ મળે છે. તે જ રીતે પૈશાચીના પણ બે પદ્ય મળે છે. બહુલતાએ પ્રાકૃત જ છે.
પ્રાકૃત તો જેનોની માતૃભાષા છે. પ્રાકૃતમાં તો કેટલીક વાર તેની મર્યાદા કૃતિને બહુ મોટી ગુણવત્તા ને ગરિમા પ્રદાન કરનાર નીવડે છે. આજ ગ્રન્થમાં તેના ઉદાહરણ ઠામઠામ મળે છે. ખાસ કરીને શ્લેષાલંકારમાં તે ખૂબી જોવા મળે છે. સંસ્કૃતમાં ‘સ' ત્રણ આવે, દન્ત, તાલવ્ય અને મૂર્ધન્ય. જ્યારે પ્રાકૃતમાં એકજ “સ' એટલે તેના વડે ત્રણેના અર્થ મેળવી શકાય. “સરો નWિ' એ આનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. તેજ રીતે સચીવર (વસ્ત્રસહિત) નો શ્લેષ શચીવર - ઈન્દ્રાણી પતિ કેટલો સુંદર બને છે. આ ગ્રન્થમાં આવા ઉદાહરણો સંખ્યાબંધ મળે છે. ખાસ કરીને જંબૂદ્વીપ, ભરતક્ષેત્ર, નગર, રાજા વગેરેના વર્ણનમાં એ જોવા મળે છે. છંદો પણ તેઓ વિવિધ પ્રયોજે છે. અર્થાન્તરન્યાસ તથા સુભાષિતો