________________
ઇમ સકલ તીરથરાજ રાજ શ્રી શત્રજઈ મઈ સુયો, વર શિખર શોભી ત્રષભ મોભી લાભ-લોભઈ માં થયો.
સિરિ હીરવિજય સૂરંદ સહગુરૂ સીસ સૌભાકારિકો, શ્રી કલ્યાણુવિજય ઉવઝાય સેવક, ધન ધનવંછીય દાયકો. ૩૭ ઇતિ શ્રી શત્રુંજયસ્તવન સંપૂર્ણમા મુનિ વીરવિજયલિપિતા માટે મંદિરે. એક ગુટકામાં પત્ર ૨૪થી ૨૭ સુરતના વકીલ રા. બહાભાઈનો સંગ્રહ.
૨ શત્રુંજયમંડણ સ્તુતિ શેત્રુજઈ સાહિબ આદિ જિનંદ, યસ મુખ સોહઈ પૂનિમ ચંદ, દરિસણુ પરમાણંદ નાભિરાય-કલિ કમલ-દિણંદ, મરૂદેવી માતાનો નંદ, વંદઈ હીર સૂરંદ સીરોહી નયરી સિણુગાર, મોહન મૂરત જાસ ઉદાર, સુખ-સંપતિ-દાતાર મહિમંડલ મહિમા-ભંડાર, પ્રણમું ભાવ ધરી તે સાર, સેવકજન જયકાર. ૧ શ્રી શેત્રુંજે નઈ ગિરનાર, આબુ પ્રમુખ જે તીરથ ઉદાર, રાજગૃહિ વૈભાર શ્રી હીરવિજયસૂરિ ગણધાર, થાપ્યા જે વલિ બિબ અપાર, સીરોહી પ્રમુખ મઝારિ અષ્ટાપદ નંદીસર બેઈ, જે નમતાં શિવપદ-સુખ દેઈ, તીરથ વિશેષ કહેઇ . ઈમ વંદું વલી અવર જિ કેઈ, તિહુય)ણ માહૈિ જિનવર-ચેઈ, તે સંવે ભાવ ધરે. ૨ અરથ સાલ જે જિનવર જાણિ, ભવિક જીવ હિત મનમાં આણિ, ભાસઈ કેવલનાંણિ ગણધર ગુંથઈ તેહ વિનાણિ, દ્વાદશાંગિ તેહ કહાણ, અરથ-નયણુની ખાણિ જે સેવ્ય લહીઈ શિવ-રાંણિ, શ્રી ગુરૂ હીર સરિંદ વખાણી, ભાવ ભgઈ ભવિ પ્રાણી પાપ પંક ધોવાનું પાણી, અત મિઠિ જિમ સાકર વાણિ, તે વંદું જિન-વાણી. ૩