________________
XXXXXXXXXX
અકબરના રાજ્યમાં કરી' એમ કહી આ ઉપાંગ ગંભીર હોવાથી મારી મંદમતિથી સંપ્રદાયના વ્યપાય–લોપથી ને પૂર્વ વૃત્તિની નિવૃત્તિથી આગમાદિથી વિરુદ્ધ જે કંઈ મારાથી લખાયું હોય તે વિદ્વાનોએ આલોચી મારાપર અનુગ્રહ રાખી સંશોધિત કરવું. સર્વે સાધુઓ પ્રસન્ન થાઓ, ખલપુરુષો મારાપર ઢો નહિ. તે સર્વેને અનુક્રમે પ્રીતિથી અને ભીતિથી નમસ્કાર કરૂં છું.' એમ સવિશેષ જણાવ્યું છે,
શાંતિચંદ્રની આ વૃત્તિ રચાયા પછી તેનું સંશોધન, શ્રી વિજયસેનસૂરિ ગચ્છનાયક અન્યા ને વિજયદેવસૂરિ તેના પયુવરાજ થયા ત્યારે, વિજયસેનસૂરિની આજ્ઞા પાળવામાં દક્ષ એવા ચાર નિપુણો આ વૃત્તિની શુદ્ધિ કરવા ભેગા થયા. (૧) વિમલહર્ષ ઉપાધ્યાય (૨) સોવિજય ૦ (૩) વાનર ઋષિના એક મુશિષ્ય આનંદવિજય ગણિ ને (૪) કલ્યાણવિજય મહોપાધ્યાયના એક મુખ્યશિષ્ય લાભવિજય ગણિ-એ ચારેએ દોષો નિવારી શિષ્યજનતાને ઇષ્ટ એવી સત્યશ્રી જેવી આ વૃત્તિને સં. ૧૬૬૦માં પુષ્યન્તુવાસરે-પુષ્ય નક્ષત્રમાં મુધવારે-રાધ (વૈશાખ) માસે શુદ્ધ છ દિવસે રાજધન્યપુર (રાધનપુર)માં વિજયસેનસૂરિ પાસે રહી સમગ્ર શુદ્ધ કરી.
શાંતિચંદ્ર વાચકના અનેક શિષ્યો હતા તેમાં મણિસમાન તેજચંદ્ર બુધ-પંડિત ગુરુભક્ત હોઈ આ વૃત્તિને અનેકવાર લખી આપવામાં શુદ્ધિગણના આદિ વિધિમાં સહાય આપતા હતા. દૈવવશાત્ આ વૃત્તિના સૂત્રધાર (શ્રી શાંતિચંદ્રજી) ઇંદ્રના અતિથિ એટલે સ્વર્ગસ્થ થતાં તેના મંત્રિ તરીકેની પોતાની ઇચ્છા વિશેષ જ (તેની પ્રવર્ત્તનામાં) છે એ વ્યક્ત થયેલ જોવા માટે કૃપાળુ વિજયસેનસૂરિએ શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્યોમાં બધા શિષ્યસમુદાયમાં મુખ્ય અને ગુરુકાર્ય કરવામાં અગ્રણી એવા પંડિત રત્નચંદ્રને પોતાને હાથે આ વૃત્તિને પ્રવર્તાવવા માટે આપી, અને તે વખતે વિજયદેવસૂરિએ પણ તેને બહુએ સંમત કરી છે એવું પ્રમાણપત્ર આપ્યું. તે બન્ને સૂરિઓએ એમ જણાવ્યુ કે ‘તમે ડાહ્યા રતાણિક-ઝવેરી છો તો પ્રમેયરત્નોના ઇચ્છાવાળા તમો આ જંબૂઢીપપ્રગતિની પ્રમેયરનમંજૂષા ( પ્રમેયરત્નોની પેટી ) નામની વૃત્તિને સંભાળો’. ઉક્ત રત્નચંદ્ર ગણિએ આ વૃત્તિના ઘણા આદર્શો લખ્યા–તેનો શિષ્ય ધનચંદ્ર લિપિકલાવિધિમાં જાગ્રત બુદ્ધિવાળો અને સૂત્રાર્થવિવેચનમાં ચતુર હોઈ તેણે આનો પ્રથમાદશ કર્યો.' આમ ૫૧ શ્લોકોવાળી પ્રશસ્તિમાંથી અત્ર ઉપયોગી ભાગ લીધો છે. ( આ વૃત્તિની હસ્તપ્રત ૩૮૭ પત્રની ભાં. ઇ. પૂના હસ્તકના સરકારી ગ્રંથસંગ્રહમાં નં. ૧૨૪૪ સને ૧૮૮૬૯રની છે કે જેની પ્રશસ્તિ તેના સૂચિગ્રંથ ભાગ ૧ ના રૃ. ૨૨૩ પર છપાઈ છે. )