________________
| સંગ્રહના શ્રીધર ભાંડારકરના કેટલોગમાં અને જૈ. ગૂ. ક. ૧ પૃ. ૩૯૬માં જણાવેલ છે; પણ તેની હસ્તપ્રત નિર્ણયસાગર પ્રેસે કૃપા કરી
ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાંથી મંગાવી આપવાથી તે જોતાં તે કૃતિ વિમલહર્ષ ઉપાધ્યાયના શિષ્ય પં. આણંદવિજયના શિષ્ય ધન્નવિજય–ધ વિજય વિજયસેનસૂરિ રાજયે (સં. ૧૬૭૪ પૂર્વે) ડીસામાં રચી છે એમ સ્પષ્ટ જણાય છે; એટલે તે ધન્યવિજય આ ધનવિજયથી જૂદા છે, અને તે કતિ આ ધનવિજયની રચેલી નથી. આ ધનવિજયના ગુરૂબંધુઓ ઘણુ હતા તે પિકી લાભવિજયના શિષ્ય નિયવિજયના શિષ્ય પ્રસિદ્ધારા ન્યાયવિશારદ અને ન્યાયાચાર્ય યશોવિજય ઉપાધ્યાય થયા એ નોંધવા યોગ્ય છે. | શિષ્યમંડળ–તેમના શિષ્ય ગુણવિજય ને પ્રશિષ્ય રામવિજય ઉપર જણાવાઈ ગયા છે. તેમના બાંધવ વિમલવિજય હતા ને તે બંનેના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય જયવિજયે સં. ૧૭૩૪ માં દશાડામાં જયવિજયકુંવર–પ્રબંધ ગુજરાતીમાં રમ્યો. (જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૨૭) તે જયવિજયના શિષ્ય સુમતિવિજયના શિષ્ય રામવિજય સં. ૧૭૮૫ માં રાજનગરમાં રચેલા શાંતિજિન રાસ તેમ જ બીજી અનેક ગુજરાતી પદ્યકૃતિઓના કર્તા થયા. (જુઓ જૈ. ગુ. ક. ૨ પૃ. ૫૪૬)
ટીકાકાર રતચંદ્રમણિ. ૧ પરિચય–આ રચંદ્ર ગણિએ પોતાની ટીકાની અંતે પોતાનો પરિચય છેલ્લા ૧૭ શ્લોકમાં એ રીતે આપ્યો છે કેઃ “ શ્રી મહાવીર પ્રભુની પાટ રૂપી કમલને સૂર્યરૂપ શ્રીમતું સુધર્મા ગણધર થયા કે જે પ્રભુની વાણી હજુપણુ પંડિતોના મુખમાં વાસ કરીને પ્રસરી રહી છે (૧), તેની પટ્ટ-પરંપરામાં જગચંદ્ર એ નામના પ્રસિદ્ધ સૂરિ થયા, કે જેમાંથી સાધુનો વિસ્તૃત ખ્યાતિવાલો ગણુ તપાગચ્છ એ નામથી પ્રસિદ્ધિને પામ્યો (૨), તેની પણ પરંપરામાં આનદવિમલ સૂરિ થયા કે જે સાધુકિયામાર્ગનો વિકાસ કરવામાં જગના જનોને | આનંદકારક એવા સૂર્ય જેવા જણાયા. (૩), તેની પણ પાટે પ્રબલ પ્રતાપી વિજયદાન સૂરિ થયા કે જેમના ગુણોના રાશિ (ઢગલા)ને કવિઓ જલના રાશિ (સદ્ધ) સાથે સરખાવે છે (૪), તેની પાટે પ્રાપ્તશ્રી એવા શ્રી હીરવિજય સૂરિ થયા કે જેમણે નરેંદ્રના દેવેન્દ્ર (અકબરે) કરેલી અદ્વિતીય પ્રતિષ્ઠાને નિરંતર પ્રાપ્ત કરી (૫), તેની પાટે યશસ્વી વિજયસેન સૂરિ થયા કે જેઓ ઉત્તમ ભાગ્યવાળા હોઈ