________________
જાને સિદ્ધપુર આવ્યા, ત્યારે પાટણમાં વિરાજેલા વિજયદેવસૂરિએ અબજી મહેતા વગેરે શ્રાવકોને ધનવિજય સાથે સિદ્ધપુર મોકલ્યા, ને તેમને ફરી પાટણ આવી વાચક પદ લેવા કહ્યું. આ લાલચમાં સિદ્ધિચંદ્ર ૫હ્યા નહિ ને પરબારા અમદાવાદ ગયા. ત્યાં ઉપાધ્યાયો અને મુનિઓએ મળી હતી
રામવિજય પંડિતને સૂરિપદ આપી વિજયતિલક સૂરિ નામ આપ્યું. સં. ૧૬૭૩ પોશ શુદિ ૧૨. ને તે સમયમાં ધનવિજય પંડિતને વાચકપદ | | આપ્યું. ઉક્ત સૂરિ સ્વર્ગસ્થ (સં. ૧૬૭પ માં) થતાં તેની ગાદીએ આવેલ વિજયાનંદસૂરિએ મેવાડમાં વિહાર કર્યો ત્યારે તેમની સાથે આઠ GIઉપાધ્યાયો પૈકી ધનવિજય વાચક પણ હતા. (જુઓ વિજયતિલકસૂરિ-રાસ). આ ધનવિજય અને આપણા ટીકાકાર ધનવિજય બંને પ્રાયઃ II
એક હોય; અને તેમ હોય તો એમ લાગે છે કે મૂળ હીરવિજય સૂરિના દીક્ષિત શિષ્ય, પછી કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય તરીકે, પછી તે ઉપાધ્યાયના સ્વર્ગવાસ પછી વિજયદેવ સૂરિની આજ્ઞામાં, પછી વિજયતિલક સૂરિની આજ્ઞામાં, રહી વાચકપદ મેળવ્યું, ને વિજયતિલક સૂરિના સ્વર્ગવાસ પછી તેમના પટ્ટધર વિજયાનંદ સૂરિની સાથે રહ્યા, ને પાછા વિજયદેવસૂરિની આજ્ઞામાં રહ્યા લાગે છે, કે જેમનો | નામોલ્લેખ પોતાના રચેલા છ કર્મગ્રંથપરના તેમજ લોકનાલસૂત્રપરના બાલાવબોધમાં કર્યો છે.
૨ સંશોધક–શ્રી વિજયસેન સૂરિના પાદસેવી-શિષ્ય પ્રાણ સંઘવિજયગણિએ કલ્પસૂત્ર પર કલ્પ-પ્રદીપિકા નામની ટીકા સં. ૧૯૭૪ જાવેદવિ-રસ શીતાંશુ મિતાબ્દ વિકમાતઃ) માં રચી, તેને આ ધનવિજય ગણિએ શોધી. આની બે પ્રતિઓ ભાંડારકર ઓ. ઇન્સ્ટિટયુટમાં
છે તેમાંની એક સં. ૧૬૮૦ આધિન શુકલ પ્રથમ સોમવારે લખેલી છે, અને બીજી પ્રતિમાં શ્લોકમાં જણુવ્યું છે કે “સંપ્રતિ તેના (વિજયસેન સૂરિના) પટ્ટધર વિજયાનંદ સૂરિના રાજ્યમાં વિજય પ્રમોદ કરનારી સં. ૧૬૮૦ માં શોધી.”) ત્રીજી પ્રતિ ખેડા ભંડારમાં મળે | | છે તેમાં એમ છે કે “સંપ્રતિ વિજયદેવ (સૂરિ) ના રાજ્યમાં સં. ૧૬૮૧ માં શોધી.” અને ચોથી લીંબડી ભડારમાં છે. વિજયદેવ સૂરિ અને વિજયાનંદ સરિ-એ બે સૂરિઓ તcકાલે વિદ્યમાન હોઈ સાબરમતના ઝઘડાને પરિણામે હોંસાતોસીમાં આમ ફેરફાર જોવામાં આવે છે.'
૧ ભાંડારકર ઈ. ની. બે પ્રતિમાં શ્રી કાપડીઆ કૅટેલંગ ૧, પૃ. ૧૧૫ ને ૧૧૭. એમ છે કે –