________________
निर्माय यैः शान्तिकरं स्तवं नवं निवारिता मारिरिहाऽतिदुस्तरा । ध्यानात्तथा तिड्डुभरेतिरऽञ्जसा जाग्रद्गुणैजैनमतप्रभावकैः ॥ ६९ ॥ पीयूषयूष मधुरात्मगिरा दुरन्तमाऽऽनेमुषामिह विमोहविषं हरन्तः । भव्योत्सवं भुवि विहारविधिं सृजन्तः श्रीमानतुङ्गगुरुवन्महिमर्द्धिमन्तः ७० सत्क्षुल्ललाभमनिभश्रुतसंविदेकाऽऽलोकात् समीक्ष्य मुनिसुन्दरसूरिराजाः। स्वाश्रय्युमापुरमुमापुरनामधेयं ग्रामं क्रमादनुपमं तमुपागमंस्ते(युग्मं)
—‘અધ્યાત્મકલ્પદ્રુમ; સુંદર ગુર્વાવલી, આસોમાં મુખ્ય એવાનાં જુદાં જુદાં સ્તવો વગેરે બહુ ગ્રંથોને સરલ મતિથી અને વાચસ્પતિના અભિમાનને અસ્ત કરનારી દીપ્તિવડે જેમણે રચ્યા, શ્રી સૂરિમંત્રના અહુ સ્મરણથી છ અઠમ આદિના તપ-વિશેષથી જેમની પાસે આર્ય પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થઈ આવતી હતી, જે જિનમત પ્રભાવકે પૃથ્વીમાં નવું શાન્તિકર સ્તવ રચીને અતિ દુસ્તર એવી મારિ તથા ધ્યાન ધરીને તીડોના ટોળાનો ઉપદ્રવ જામદ્ ગુણો વડે શીઘ્રતાથી નિવારેલ હતાં, તેઓ પિયૂષના રસ જેવી મધુર વાણીથી પોતાને નમનારા લોકોના વિમોહ રૂપી ઝેરને દૂર કરનારા, પોતાની વિહારવિધિ અને ભવ્યોત્સવ રચતા શ્રી માનતુંગ ગુરૂ પેઠે મહિમાની ઋદ્ધિવાળા મુનિસુંદર સૂરિ......વિહાર કરતા કરતા ઉમાપુર આવ્યા.’
આ કાવ્યની પહેલાં ને સૂરિજીની હયાતીમાં (૧) સં. ૧૪૭૯ ની લખાયેલી દેવચંદ્ર સૂરિ કૃત શાંતિનાથ ચરિતની લેખક-પ્રશસ્તિમાં દેવસુંદર સૂરિના પદે આવેલા સોમસુંદર સૂરિની હયાતીમાં તેમના ચાર શિષ્યોઃ—૧ મુનિસુંદર, ૨ જયચંદ્ર, ૩ જીવનસુંદર અને ૪ જિનસુંદર —એ ચાર શિષ્ય–સૂરિઓનાં વર્ણન આપતાં પ્રથમ આપણા ગ્રંથકારને વર્ણવે છે કેઃ—
(૧) શાંતિ-સ્તવથી જેમણે લોકોમાં ચાલતી મારિને હરી લીધી, સહસ્રનામાવધાની એવું બિરૂદવાળા, મહિમાના અનન્ય ધામ અને વિવિધ શાસ્ત્રના વિધાનમાં વિધાતા જેવા જેઓ હતા તે પહેલા શિષ્ય મુનિસુંદર સૂરિ જયવંત છે.
१ शांतिस्तवेन जनमारिहृतस्सहस्रनामावधानिबिरुदा महिमैकधाम । तेष्वादिमा विविधशास्त्रविधानधातृतुल्या जयंति मुनिसुन्दरसूरिराजाः ॥
—જીઓ પાટણ સૂચી નં. ૩ર૭ ૫. ૨૦૦; પ્રશસ્તિ સંગ્રહ નં. ૧૧૩ પૃ. ૭૪; શ્રી જિનવિજય સંપાદિત જૈન પુ. પ્રશસ્તિ સંગ્રહ નં. ૪૯ પૃ. ૫૦