SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે વડનગર પાસેના ઉમાપુરમાં છ વર્ષની વયે લક્ષ્મીસાગરને સં. ૧૪૭૦ માં દીક્ષા આપી (ગુરુગુણ રત્નાકર કાવ્ય ૧, ૮૩ ૮૪)* ૯ સૂરિ થયા પછીનું વર્ણન-ગ્રંથકારના જ શિષ્ય ચંદ્રરત્ર ગણિ તેમના ગ્રંથ નામે જયાનન્દ કેવલિ ચરિતના સંશોધક હતા; તેમણે તે ગ્રંથની અંતે ચાર શ્લોકની નીચેની પ્રશસ્તિમાં પોતાના ગુરૂનો પરિચય ટુંકમાં કરાવ્યો છે – ચંદ્રકલમાં તપાગચ્છમાં પ્રસિદ્ધ થયેલા શ્રી સોમસુન્દર ગુરૂની પાટે પ્રતિષ્ઠિત કરાયેલા શ્રી મુનિસુન્દર સૂરિરાજમાં ઈંદ્ર જેવા (છે)J કે જેનાં ગીતો મારિના ઉપદ્રવનું નિવારણ કરવા અર્થે શાંતિસ્તવથી કરેલા સંઘના રક્ષણ આદિથી તેમના ગણુ અને પ્રગણુથી ભદ્રબાહુ Vા ગુરૂ પેઠે ગવાય છે, (કારણ કે પૂર્વે ભદ્રબાહુ સ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર પ્રાકૃતમાં રચી સંઘરક્ષણ કર્યું હતું, અને જે મરૂ દેશ આદિ દેશોમાં અમારિન પડો વગડાવી પ્રસિદ્ધ થયેલા હોઈ શ્રી હેમચંદ્ર સૂરિનું પોતાની શક્તિ વડે સ્મરણ કરાવતા હતા (કારણ કે શ્રી હેમાચાર્ય AKIકમારપાલ રાજાને પરમાત બનાવી તેની પાસે અમારિ પ્રવર્તાવી હતી), તે ઉત્તમ ગુરુના ઉત્તમ શિષ્ય ચંદ્રર ગણિ અને પંડિતે ગુરુ ભક્તિથી પોતાની બુદ્ધિથી શોધી શોધીને આ ગ્રંથ શુદ્ધ કર્યો.” (૧–૪) સોમસુંદર સૂરિના સં. ૧૪૯૯માં સ્વર્ગવાસ પછી તેના એક પટ્ટધર તરીકે મુનિસુંદર સૂરિનું વર્ણન સોમસૌભાગ્ય કાવ્યના દશમા સના પ્રથમના ચાર શ્લોકમાં આપેલું છે કે – “યુગપ્રધાન શ્રી સોમસુંદર સૂરિની પાટે શ્રીમાન મુનિસુંદર સૂરિરાજ વિરાજ્યા, કે જેમની ઉત્તમ શ્રી સૂરિમંત્રના સ્મરણથી જ પ્રાપ્ત થયેલી શક્તિ પૃથ્વીપર વિસ્મયકારી દાન આપવામાં દક્ષ હતી. શ્રીરોહિણી (શિરોહી) નામના નગરમાં તીડના ઉપદ્રવને ટાળવાથી જેનું હૃદય) १ चन्द्रकुले तपागच्छे ख्याताः श्रीसोमसुन्दरगुरूणां । पट्टप्रतिष्ठिताः श्रीमुनिसुन्दरसूरिराजेन्द्राः॥१॥ (मार्यामुपद्रव) मारीत्यवमनिषारण-शान्तिस्तवसंघरक्षणप्रमुखैर्ये । गीयन्ते खगणैः प्रगणैः प्रति भद्रबाहुगुरोः ॥ २॥ मरुदेशादिषु देशेष्वमारिपटहप्रघोषणैः प्रथिताः । श्रीहेमचन्द्रसूरीन् स्मारितवन्तः खशक्त्या ये ॥३॥ વહs૨ तेषां गुरूत्तमाना शिष्यवरश्चन्द्ररत्नगणिविबुधैः । शोधं शोध खधिया व्यधायि शुद्ध गुरुभक्त्या ॥४॥
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy