________________
શરૂઆતનાં વર્ષોમાં રોજ-બ-રોજ ના ખર્ચ માટે સ્વ.પૂ.આચાર્યશ્રીના ઉપદેશથી કાળુપુર કાળુશીની પોળના નિવાસી.જી. શાહ નાથાભાઈ હઠીસિંહ તરફથી આર્થિક સહકાર મળતો હતો.
8
આજથી લગભગ ૪૦ વર્ષો પહેલાં આ ટ્રસ્ટના ઉપક્રમે 'સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ' બે ભાગમાં પ.પૂ.આચાર્યશ્રીના ઉપદેશથી સ્વ. ૫. શ્રી મુક્તિવિજયજી મ.ના સહયોગ થી કેટલાક વિદ્વાન પંડિતોની સહાયતાથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે મહાગ્રંથ અપ્રાપ્ય થતાં
સ્વ.પ. પૂ.આ. શ્રી ના પ્રશિષ્ય સ્વ.આ. શ્રી મંગલપ્રભસુરીશ્વરજી મ.ના આર્શીવાદથી અને સ્વ.આચાર્યશ્રીના પ્રપ્રશિષ્ય પૂ.આ. શ્રી વિહેમપ્રભસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પંડિત શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહના સહકારથી સુધારા વધારા સાથે તૈયાર થઈ રહયો છે. નવી બીજી
આવૃતિના પ્રગટ થનારા ત્રણ ભાગો પૈકી એક ભાગ સં. ૨૦૪ર માં પ્રગટ કરવામાં આવ્યો, જેની અનાવરણવિધિ શેઠ શ્રી. શ્રેણિભાઈ કસ્તુરભાઈના હસ્તે થઈ હતી. આ મહાગ્રંથમાં આશરે એક લાખ શબ્દો સમાવવામાં આવ્યા છે. દરેક શબ્દની વ્યપત્તિ અને સાહિત્યિક આધાર સ્થળોનો પણ તેમાં નિર્દેશ કર્યો છે. બીજા અને ત્રીજા ભાગનું સુધારા વધારા સાથેનું સંશોધન અને છાપકામ ચાલુ છે.
આ ઉપરાંત આ સંસ્થા તરફથી 'તપાગચ્છ પટ્ટાવલી' નામનો ઐતિહાસિક ગ્રંથ અનુવાદ સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. તેમજ બીજો મુહપત્તિચર્ચા સાર' નામનો ચાર્જિક ગ્રંથ જૈન સમાજને ઉપયોગી સમજીને પ્રગટ કરવામાં આવેલ હતો.
શરૂઆતમાં પૂ.આચાર્યશ્રીના ઉપદેશથી આ મકાન માં સાધુ મહારાજોના અભ્યાસ નિમિતે પંડિત રાખી સુવિધા કરવામાં આવી હતી. તેનો લાભ આ સમુદાયના તેમજ બીજા સમુદાયના સાધુ મહારાજો લેતા હતા.
Jain Erication International 2010_05
For Private & Personal use only
www.aelibrary.org