________________
ટ્રસ્ટીઓનું વક્તવ્ય
શ્રી વિજયનીતિસૂરીશવરજી જૈન પૂસ્તકાલય ટ્રસ્ટ તરફથી "ઉપદેશપ્રાસાદ' ભાગ '. ના પ્રકાશન અંગે આર્થિક સહકાર આપવાનું સૂચન પ.પૂ. આ. શ્રી વિરામસૂરીશ્વરજી મહારાજ શ્રી એ કર્યું તે આ સંસ્થાના હેતુને અનુરૂપ હોવાથી ઉપર્યુક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સ્વીકાર્યું. પૂ. આચાર્યશ્રીના સૂચનનો સ્વીકાર કરતી વેળા આ ગ્રંથની ઉપયોગિતા પૂજય સાધુ-સાધ્વીજી મહારાજોના પઠન -પાઠન નિમિતક છે ધ્યાનમાં રાખવામાં આવેલી છે.
સદરહુ ટ્રસ્ટ પ.પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી .સં. ૧૯૮૮માં અસ્તિત્વમાં આવ્યું. આ ટ્રસ્ટને સ્વ. આચાર્યશ્રીએ અમૂલ્ય સમગ્ર જ્ઞાનભંડાર ભેટ રૂપે આપવાની ઇચ્છા પ્રદર્શિત કરી જે આ ટ્રસ્ટના ટ્રસ્ટમંડળે સહર્ષ સ્વીકારી લીધી. આજથી ૫૦-૫૫ વર્ષો પૂર્વેઆવો કીમતી જ્ઞાનભંડાર ટ્રસ્ટને બિનશરતે જાહેર ઉપયોગ માટે અપર્ણ કરવો એ સાહિત્ય તરફની એમની અભિરુચિ અને તેના 25 પ્રચારની ભાવનારુપ વિશિષ્ટ કાર્ય જણાય છે. આ કાર્યને અનુરુપ તેનું સુસંચાલન ચાલે અને ભંડાર સુરક્ષિત રહે તે માટે એક મકાનની આવશ્યકતા જણાઈ આવી અને આ જરૂરિયાત પૂરી કરવાનું સુયોગ્ય કાર્ય ફતાશાહની પોળના મહાવીર સ્વામીજી પોળના પંચના સદગૃહસ્થો GB મુખ્યતા સ્વ. શેઠ પનાલાલ ઉમાભાઈ તેમજ સ્વ. શેઠ ભોગીલાલ સાંકળચંદ કે જે આ ટ્રસ્ટના કમશઃ પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી હતા. તેમણે કર્યું. ફતાશાહ પોળ-મહાવીરસ્વામીજી દેરાસર ટ્રસ્ટને એક મકાન, જે ગાંધીરોડ રાજમાર્ગ ઉપર દેરાસરની સામેની બાજુએ છે, તે કોઈ ધાર્મિક હેતુ માટે સ્વ. શ્રી પ્રેમચંદ તલકચંદ તરફથી ભેટ મળેલું, પણ તે જર્જરિત દશામાં હતું જેને સુધારી નવા જેવું બનાવી દેરાસર ટ્રસ્ટે ઉપરના ત્રણ માળ પુસ્તાકાલય ટ્રસ્ટને કાયમ માટે વગર ભાડે વાપરવા આપવાનું નક્કી કર્યું. આ મકાનને નવું બનાવવા માટે સ્વ. પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી કોચીન નિવાસી સ્વ. શેઠ ઘનજી લીલાધરે રૂ. ૪૦૦૦/- ની રકમનો સહકાર આપ્યો. પરિણામે આ મકાનના ત્રણ માળમાં ગ્રંથ ભંડારને સમાવવામાં આવ્યો છે.
'
Jain Education International 2010_05
For Private Personal use only
www.jainelibrary.org