________________
સત્કાર કરે છે, તે બધાનું સન્માન કરે છે. તે બધાનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે બોલ્યા. | [૧૦૩ પહેલાં પણ હે દેવાનુપ્રિયો ! અમારો આ દિકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમને આ આ પ્રકારનો વિચાર ચિંતન યાવતુ મનોગતભાવ પેદા થયો હતો કે જ્યારથી માંડીને અમારો આ દિકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે ધનવડે યાવત્ સર્વવડે તથા પ્રીતિ અને સત્કાર વડે ઘણા ઘણા વધવા માંડયા છીએ અને સામતરાજાઓ અમારે વશ થયેલા છે. તેથી કરીને જ્યારે અમારો આ દિકરો જન્મ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન યથાર્થ નામ વર્ધમાન' એવું પાડશું. તો હવે આ કુમાર વર્ધમાન' નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન’ એવું પ્રસિદ્ધ કરીએ છીએ.
[૧૦૪] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે
3