________________
( [
ખરમુખી, હુડૂક, ઢોલકું, મૃદંગ અને દુદુભિ વગેરે વાજાંઓના અવાજ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાનો છોડી દેવામાં આવ્યો છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવો એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમ્યાન કોઈનો થોડો કે વધુ દંડ કરવામાં આવતો નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓનો નાચ ચાલુ કરવામાં આવ્યો છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યા છે અને મૃદંગોને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાઓને તાજી-કરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસોને પ્રમુદિત કરવામાં આવ્યા છે. અને તેઓ દશે દિવસ રમતગમતમાં ગુલતાન રહે એવી | વ્યવસ્થા કરવામાં આવી છે.
કરી હાઈ ફાઈ ની ઝા)
Jain E
my
wwwy.org