________________
[૯૮] ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યો છે એવા નગરગુપ્તિકો એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવત્ ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુંડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલા ઉંચા મૂકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામો કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગુપ્તિકો જાય છે. જઈને પોતાના બન્ને હાથ જોડીને અને માથામાં અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને એનો એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે.
פול
[૯] ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવત્ પોતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પો, ગંધો, વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત થઈને
તમામ પ્રકારનાં વાજાઓ વગાડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટાં લશ્કર સાથે, ઘણાં વાહનો સાથે, મોટા
સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાંઓના અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢોલ, ભેરી, ઝાલર,
T
®©
J