________________
OUS
૪)
તથા ઠેકઠેકાણે નગરમાં નટો રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દોરડા ઉપર ખેલ કરનારા દોરડાના ખેલો બતાવતા હોય, મલ્લો કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા હોય, વિદૂષકો લોકોને હસાવતા હોય, કુદનારા પોતાની કુદના ખેલો બતાવતા હોય, કથાપુરાણીઓ કથા કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લોકો સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જોનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલો કરતા હોય, પંખ લોકો હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લોકો તૂણ નામનું વાજું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ લઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવો, એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો યૂપો અને હજારો સાંબેલાઓને ઉંચા મૂકાવો એટલે કે યૂપોથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવો અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપો એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છો એમ તમે મારી પાસે આવીને જણાવો.
૪)
કી છા) લી
Jain EcoOn Incemaran
For m
ore only
www
ry.oy