________________
ang
nang
બંદરોમાં દ્રોણમુખોમાં, ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણોમાં, ક્યાંય આશ્રમોમાં એટલે તીર્થસ્થાનોમાં કે તાપસના મઠોમાં, ક્યાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશોમાં મોટા મોટા પડાવોનાં સ્થાનોમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો ક્યાંય સિંગોડાના ઘાટના રસ્તાઓમાં દટાએલાં જડે છે, ક્યાંય ત્રિભેટાઓમાં, ક્યાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચોકોમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળોમાં એટલે દેવળોનાં કે છત્રીઓનાં સ્થાનોમાં, મોટા મોટા ધોરી રસ્તાઓમાં, ઉજ્જડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજ્જડ નગરોની જગ્યાઓમાં, ગામની અને નગરની ખાળોવાળી જગ્યામાં, હાટો દુકાનો-જ્યાં હોય તે જગ્યાએ, દેવળો, ચોરાઓ, પાણી પીવાની પરબો અને બાગબગીચાઓની જગ્યાઓમાં, તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં, વનોમાં, વનખંડોમાં, મસાણોમાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિઘરોમાં એટલે કે જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવાં સ્થળોમાં, પર્વતમાં કોરી કાઢેલી ગુફાઓમાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડુતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે, તે તમામ ધનભંડારોને જૉભક દેવો તે તે જગ્યાએથી શોધી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠાલવે છે-મૂકે છે.
ang
ang
Naines
ના