________________
O)
- C
તે, ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળનો ચક્રવર્તી રાજ્યપતિ રાજા થશે અથવા ત્રણલોકનો નેતા, ધર્મનો ચક્રવર્તી-ધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. તો હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્નો જોયેલાં છે યાવત્ હે દેવાનુપ્રિય ! એ સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ઘ આયુષ્યનાં સૂચક, કલ્યાણ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલાં છે.
[૭૭] ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી સ્વપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયો, ખુબ તુષ્ટિ પામ્યો અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બન્ને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું.
[૩૮] હે દેવાનુપ્રિયો ! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે એમાં કશી શંકા નથી જ. હે દેવાનુપ્રિયો! તમારું એ કથન અમે ઈચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિયો ! એ વાત સાચી છે, જે તમોએ કહેલી છે. એમ કરીને તે, એ સ્વપ્નોને
o con
w
ery.org