________________
| [૩૫] હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્નો જોયેલાં છે, ઉદાર સ્વપ્નો જોયાં છે, મંગલકારક સ્વપ્નો જોયાં છે. તો જેમકે, હે દેવાનુપ્રિય ! અર્થનો લાભ થવાનો, ભોગનો લાભ થવાનો, સુખનો લાભ થવાનો, પુત્રનો લાભ થવાનો, રાજ્યનો લાભ થવાનો, એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન કુલમાં તિલક સમાન તથા કુલની કીર્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલનો જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઈદ્રિયોવાળા શરીરથી યુક્ત-જરા પણ ખોડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરો, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય-આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રુપવાળા પુત્રને જન્મ આપશે.
[૭૬] વળી, તે પુત્ર પણ બાળપણ વીતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળો થશે અને યૌવનને પામેલો હશે ત્યારે એ શૂરો વીર અને ભારે પરાક્રમી થશે, એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેના અને વાહનો હશે અને