________________
જાણનારા, સમયના જાણકાર, કોઈપણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પટ્ટા, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરુષોએ હાડકાનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે ચારે પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયનો તમામ થાક દૂર કરી નાખ્યો છે એવા તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે.
[૬૨] વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનઘર છે ત્યાં આવે છે, ત્યાં આવીને સ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મોતીથી ભરેલા અનેક જાળિયાંને લીધે મનોહર અને ભોતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય મંડપ નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્ભુત સ્નાનપીઠ ઉપર સુખે બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફૂલોના રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે, ચંદન વગેરે નાખીને, સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊનાં પાણી વડે, પવિત્ર તીર્થોમાંથી આણેલાં પાણી વડે અને ચોખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુરુષોએ નવરાવ્યો તથા ત્યાં હાતી વખતે બહુપ્રકારનાં રક્ષા વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં, એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારનો
Cangas