SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ D B સ્નાનવિધિ પૂરો થતાં રૂવાટાવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગલુંછણા વડે તેના શરીરને લુસવામાં આવ્યું. ક્યાંય પણ ફાટયા તુટયા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટયું, મણિથી જડેલાં સોનાનાં આભૂષણો પહેર્યા એટલે અઢાર સરવાળો હાર, નવસેરો અઈહાર, ત્રણ સરવાળું ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બન્યો, વળી તેણે ડોકમાં આવનારાં તમામ ઘરેણાં પહેર્યા, આંગળીમાં સુંદર વીંટીઓ પહેરી, ફૂલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમ કડાં અને બાજુબંધ પહેરવાથી તેની બન્ને ભુજાઓ સજ્જડ થઈ ગઈ, એ રીતે તે, અધિક રુપને લીધે શોભાવાળો બન્યો, કુંડળો પહેરાવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ માથે મૂકવાથી મસ્તક દીપતું થયું, હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટીઓ પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાનો ખેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યો અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નોથી જડેલાં વિમળ, બહુમૂલાં, ચકચકતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલયો પહેર્યા, વધારે વર્ણન શું કરવું ? જાણે કે તે રાજા-સિદ્ધાર્થ (ક) લોક ) શા) વાત છે. ]
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy