SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( w) Si જી ) 3 ૪[ જળાશયોમાં ઉગેલા કમળોને ખિલવનાર હજાર કિરણોવાળો તેજથી ઝળહળતો દિનકર સૂર્ય ઉગી ગયો છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. [૬૧] બિછાનામાંથી ઊભા થઈને પાદપીઠ ઉપર ઊતરે છે, પાદપીઠ ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારનાં વ્યાયામો કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચોળે છે, પરસ્પર એક બીજામાં હાથ પગ વગેરે અંગોને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસનો કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને શરીરના અવયવ-અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંધવા જેવાં સુગંધથી મધમધતાં, જઠરને તેજ કરાનારાં, બળ વધારનારા અને તમામ ઈદ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબોળ કરે તેવાં, સોવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક સહસ્ત્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલો ચોપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવેઅવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કોમળ તળિયાવાળા સુંવાળા, તેલ ચોપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર 0 - લકી ow) Jain Econon meminan For Une only www. my.org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy