________________
D.D ઉર્ડ વિક છે કે વિલ અ) ક &ઇ)
પામતા હાથ જોડીને યાવતુ અંજલિ કરીને ‘સામી ! જેવી આપની આજ્ઞા” એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠકને સવિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંહાસણ મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કોટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિ કરી સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સામી ! આપે જેમ ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છીએ, એમ કહે છે. | [૬૦] પછી, વળતે દિવસે સવારના પહોરમાં જ્યારે પોયણાં કોમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડયાં છે, હરણની આંખો કોમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રજાના પુંજ સમાન, કેસુડાનાં રંગ જેવો, પોપટની ચાંચ જેવો અને ચણોઠીના અડધા લાલરંગ જેવો લાલચોળ તથા મોટાં મોટાં
/TV