________________
નોખો નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળનો નોખો-નોખો નિશ્ચય કરીને તેણે પોતાની ઈષ્ટ યાવતુ મંગળરુપ, પરિમિત, મધુર અને સોહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલાં ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું.
[૫૩] હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો દીઠાં છે, હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણરુપ સ્વપ્નો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વપ્નો શિવરુપ છે, ધન્યરુપ છે, મંગળરુપ છે, ભારે સોહામણાં છે, એ તમે જોયેલાં સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે ! તમે મંગલ કરનારાં સ્વપ્નો દીઠાં છે. તે જેમકે, તમે જોયેલાં સ્વપ્નોથી આપણને હે દેવાનુપ્રિયે! અર્થનો લાભ થવો જોઈએ. હે દેવાનુપ્રિયે ! ભોગનો લાભ થવો જોઈએ, પુત્રનો લાભ થવો જોઈએ, એ જ રીતે સુખનો લાભ અને રાજ્યનો લાભ થવો જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે ! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વીત્યા પછી અમારા કુલમાં ધ્વજ સમાન, દીવા સમાન, પર્વત સમાન અચળ, મુગટ સમાન, તિલક સમાન, કીર્તિ કરનાર, કુલનો બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરુપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલનો જશ વધારનાર, કુલને છાંયો આપનાર
TI